કાઠમાંડુઃ ભારત તરફથી મદદ અપાયા બાદ પણ નેપાળ પોતાની હરકતો છોડી રહ્યું નથી. ઉત્તરાખંડના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા જેવા ભારતીય ક્ષેત્રોને પોતાના નક્શામાં દેખાડ્યા બાદ હવે નેપાળ સરકાર ત્યાં વસ્તી ગણતરી કરાવવાની તૈયારી કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેપી શર્મા ઓલીના નેતૃત્વ વાળી ઓલી સરકાર આાગમી 28 મેથી 12મી જણગણના શરૂ કરી રહી છે, જે હેઠળ આ ભારતીય ક્ષેત્રોમાં પણ જનગણના કરાવવાની તૈયારી થઈ રહી છે. 


નેપાળના સ્થાનિક અખબાર કાઠમાંડુ પોસ્ટ પ્રમાણે તેના માટે ઓલી સરકાર યોજના તૈયાર કરાવી રહી છે. આ વિવાદિત વિસ્તારમાં નેપાળ મકાનોની પણ ગણતરી કરશે. 


ઇમરાન ખાનની મુશ્કેલીમાં વધારો, રાજીનામાની માગ કરતા વિપક્ષી દળોએ બનાવ્યું એક અલગ ગઠબંધન  


મહત્વનું છે કે ભારત અને નેપાળના સંબંધોમાં ખટાસ આવવાનું કારણ પણ આ ત્રણ વિસ્તાર છે. પહેલા નેતાળે આ ત્રણ વિસ્તારો પર પોતાનો દાવો ઠોક્યો અને પછી સંસદમાંથી તેના નકશાને પાસ કરાવી લીધો. નિષ્ણાંતો પ્રમાણે નેપાળ ચીનના પ્રભાવમાં આવીને ભારત વિરુદ્ધ પગલા ભરી રહ્યું છે. 


કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાના વિસ્તારોમાં વસ્તી ગણતરીનું કામ નેપાળનું નેશનલ પ્લાનિંગ કમીશન કરે છે પરંતુ ત્યાના સેન્ટ્રલ બ્યૂરો ઓફ સ્ટેટેટિક્સને ભય છે કે સરકારના આ પગલાથી ભારત નારાજ થઈ શકે છે. 


સ્થાનિક રિપોર્ટ પ્રમાણે કેપી શર્મા ઓલી સરકારને તે વાતની ચિંતા છે કે ભારત નારાજ થયા પર શું પ્રતિક્રિયા આપશે. આ કારણ છે કે સરકાર તેના પર અત્યાર સુધી કોઈ સ્પષ્ટ સ્ટેન્ડ સામે રાખ્યું નથી. મહત્વનું છે કે હાલમાં ભારતે નેપાળને એક જોડી અત્યાધુનિક ટ્રેન આપી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube