નવી દિલ્હી : ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે આતંકવાદ માટે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી. તેના પગલે ધૂંધવાયેલા પાકિસ્તાને આતંકવાદ માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ને જવાબદાર ઠેરવ્યું હતું. પાકિસ્તાને કહ્યું કે આતંકવાદ માટે આરએસએસ જવાબદાર છે. તેણે કહ્યું કે કે RSS ફાસીવાદનું કેન્દ્ર છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગીને લઘુમતીના વિરોધી છે
એટલું જ નહી પાકિસ્તાને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પણ નિશાન સાધતા તેને ઘુમતી વિરોધી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ભારતના સૌથી મોટા રાજ્યના મુખિયા યોગી આદિત્યનાથના મુખ્ય એજન્ડા હિંદુવાદ છે અને  અને તેઓ લઘુમતી વિરોધી છે. 

એટલું જ નહી પાકિસ્તાન દ્વારા આરોપ પણ લગાવાયા કે ભારત ઇસ્લામાબાદમાં આતંકવાદી ગતિવિધિઓને ઉત્તેજીત કરે છે. શાહે મહમદ કુરૈશીએ ભારત પર આરોપ લગાવ્યો કે વર્ષ 2014માં પેશાવરમાં થયેલા શાળા હૂમલામાં ભારતનો હાથ હતો. અગાઉ મહાસભા બેઠક ઉપરાંત વિદેશમંત્રી સ્તરની વાર્તા રદ્દ કરવા અંગે કુરૈશીએ કહ્યું કે, પાકિસ્તાન ભારતની સાથે તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા માંગતા હતા જો કે ભારતે શાંતિ પર રાજનીતિને મહત્વ આપતા વાર્તા રદ્દ કરી દીધી. તેણે થોડા મહિના પહેલા ઇશ્યુ કરેલી પોસ્ટ ટીકિટનુ બહાનુ બનાવ્યું હતું. દક્ષિણ એશિયામાં લાંબા સમયથી અટવાયેલા મુદ્દાઓનું સમાધાન કરવા માટે વાતચીત એકમાત્ર રસ્તો છે અને તેણે ક્ષેત્રને પોતાની અસલી ક્ષમતાને સાકાત કરતા અટકાવી રાખ્યા છે. 

પાકિસ્તાને કહ્યું ભારત સરકારે વાતચીતની તક ગુમાવી
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ દ્વારા સાર મીટિંગમાં ભાષણ અપાયા બાદ નિકળી જવા અને ત્યાર બાદ મંત્રણા રદ્દ કરવાનાથી નારાજ પાકિસ્તાની વિદેશ મંત્રી કુરૈશીએ કહ્યું કે, ભારત- પાકિસ્તાન વચ્ચે આ મીટિંગ અલગ અલગ મુદ્દાઓ પર વાતચીત માટે સારી પ્રસંગ થઇ શકે છે. જો કે ભારત સરકારે ત્રીજી વાર આ તક ગુમાવી દીધી. 

સંયુક્ત રાષ્ટ્રએ ભારતના સ્થાયી મિશનની પ્રથમ સચિવ ઇનમ ગંભીરે પણ પાકિસ્તાનને આકરો શાબ્દિક પ્રહાર આપ્યો. તેમણે કહ્યું કે, પાકિસ્તાનની નવી સરકાર પણ જુની સરકારનું બદલાયેલુ સ્વરૂપ છે.