નવી દિલ્હી: આતંકવાદના પ્રસાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવતા ફંડની નિગરાણી કરનારી આંતરરાષ્ટ્રીય નિગરાણી સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ(FATF) દ્વારા પાકિસ્તાન (Pakistan)ના ગ્રેડિંગ પર આજે આવનારા નિર્ણય પહેલા જ ભારતે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતું નથી તે આતંકવાદીઓ માટે સુરક્ષિત પનાહગાહ (સેફ હેવન) બની બેઠું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નૂડલ્સના શોખીન હોવ તો ખાસ વાંચો....એક જ પરિવારના 9 લોકોના મૃત્યુથી હાહાકાર 


પાકિસ્તાન આતંકવાદને આપે છે પ્રોત્સાહન
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે પાકિસ્તાનની હરકતો કોઈથી છૂપાયેલી નથી. પાકિસ્તાન સતત આતંકવાદને પ્રોત્સાહન આપે છે. હજુ સુધી કોઈ પણ આતંકવાદી સંસ્થા કે આતંકવાદી વિરુદ્ધ કાર્યવાહી કરી નથી. જેમાં UNSC દ્વારા આતંકી જાહેર મસૂદ અઝહર, દાઉદ ઈબ્રાહિમ, ઝાકિર ઉર રહેમાન લખવી, જેવા આતંકવાદીઓ સામેલ છે. 


વિદેશ મંત્રાલય તરફથી કહેવાયું છે કે તેમાં ભારતમાં 26/11 જેવા આતંકવાદી હુમલા કરનારા આતંકવાદી પણ સામેલ છે. FATF એક્શન પ્લાનના કુલ 27 પોઈન્ટ્સમાંથી પાકિસ્તાન ફક્ત 21 પર વાત કરી રહ્યું છે બાકીના છ મહત્વના પોઈન્ટને તે દબાવવા માંગે છે જેના પર ચર્ચા થવી જોઈએ. 


મોટો આંચકો, આ દેશમાં  Covid-19 ની રસીના પરીક્ષણ દરમિયાન Volunteer નું મોત થતા હડકંપ


સતત કરી રહ્યું છે યુદ્ધવિરામનો ભંગ
વિદેશ મંત્રાલયે પાકિસ્તાન તરફથી આતંકવાદીઓની ઘૂસણખોરીની કોશિશનો ઉલ્લેખ કર્યો છે. સતત પાકિસ્તાન સીઝ ફાયરનો ભંગ કરી રહ્યું છે. આ વર્ષે પાકિસ્તાને 3800થી વધુ વખત યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે. સતત પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા નજીક હથિયારો, ગોળા બારૂદ અને નશીલા પદાર્થોની તસ્કરીની કોશિશોનો ખુલાસો થયો છે. 


અત્રે જણાવવાનું કે પાકિસ્તાનને 2018માં FATFની ગ્રે સૂચિમાં નાખી દેવાયું હતુ અને તેને ધનનો ઉપયોગ આતંકી ફંડિંગમાં ન થાય તેની કડક સૂચના અપાઈ હતી. જો પાકિસ્તાન આમ કરવામાં નિષ્ફળ જશે તો તેને આ વખતે બ્લેક લિસ્ટ કરવામાં આવી શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube