ચીનને જબરદસ્ત ફટકો, તાઈવાન-હોંગકોંગમાં લોકો ખુલ્લેઆમ કરી રહ્યાં છે ભારતને સપોર્ટ
લદાખમાં LAC પર ચીન અને ભારત વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા. આ ઘટનાથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચીન વિરુદ્ધ દુનિયાભરમાં અવાજ ઉઠી રહી છે. તાઈવાન અને હોંગકોંગના લોકો પણ ભારતનું સમર્થન કરી રહ્યાં છે. એ વાતના પુરાવા સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર અને lihkg પર મોટી સંખ્યામાં હોંગકોંગ અને તાઈવાનના લોકોએ ભારત પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. અત્રે જણાવવાનું કે આ લોકો ચીનના અમાનવીય કાર્યવાહી અને ધમકીઓથી ખુબ પરેશાન છે.
નવી દિલ્હી: લદાખમાં LAC પર ચીન અને ભારત વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા. આ ઘટનાથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચીન વિરુદ્ધ દુનિયાભરમાં અવાજ ઉઠી રહી છે. તાઈવાન અને હોંગકોંગના લોકો પણ ભારતનું સમર્થન કરી રહ્યાં છે. એ વાતના પુરાવા સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર અને lihkg પર મોટી સંખ્યામાં હોંગકોંગ અને તાઈવાનના લોકોએ ભારત પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. અત્રે જણાવવાનું કે આ લોકો ચીનના અમાનવીય કાર્યવાહી અને ધમકીઓથી ખુબ પરેશાન છે.
તાઈવાનને ચીન પોતાનો હિસ્સો માને છે પરંતુ તાઈવાન પોતાને ચીનનો હિસ્સો ગણતું નથી. તાઈવાનને ચીનમાં ભેળવી દેવા માટે ચીન વારંવાર સૈન્ય કાર્યવાહીની ધમકી આપતું રહે છે. તાઈવાનને ડરાવવા માટે ફાઈટર વિમાનો મોકલે છે. આ બાજુ ચીને હોંગકોંગ પર નવો સુરક્ષા કાયદો જબરદસ્તીથી થોપવાની કોશિશ કરી છે.
તાઈવાન ન્યૂઝે ત્યાંના સોશિયલ મીડિયા lihkg પર શેર કરેલી એક તસવીરને ફોટો ઓફ ધ ડે ગણાવીને ટ્વીટ કરી. જેમાં ભગવાન શ્રીરામ ડ્રેગનને બાણથી મારી રહ્યાં છે.
ટ્વિટર પર HoSaiLei નામના હોંગકોંગના એક નાગરિકે લખ્યું છે કે હું હોંગકોંગના એક નાગરિક તરીકે ભારતના લોકોનું સમર્થન કરું છું અને મને વિશ્વાસ છે કે મારા સાથી પણ તમારી તરફ હશે. કૃપા કરીને મારા ખરાબ ફોટોશોપ કૌશલને માફ કરજો.
આ બાજુ mikhailhkmy નામના અન્ય એક યૂઝરે હોંગકોંગમાં ભારતીય સેનાની એક તસવીર શેર કરતા લખ્યું કે 'વી સેલ્યૂટ યુ'.
Gordon G. Chang એ ભારતીય રણનીતિક વિશેષજ્ઞ બ્રહ્મા ચેલાનીનીએ ટ્વિટને રીટ્વિટ કરતા લખ્યું કે જ્યાં સુધી ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટીનું શાસન છે ત્યાં સુધી ભારત સુરક્ષિત નથી.
હોંગકોગની જ એક રહીશ Fionaએ ટ્વિટ કરીને લખ્યું કે અપરાધિક ચીની શાસનન વિરુદ્ધ લડવામાં ભારતનું સમર્થન કરો. ચીની નેતા ઠગ અને અપરાધી છે. હોંગકોંગના લોકો એ જાણે છે અને તાઈવાનને પણ ખબર છે. દુનિયા પણ આ અંગે જાણે છે.