જિનેવાઃ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બુધવારે અહીં યોજાયેલી બેઠકમાં એક ટોચના ભારતીય રાજદ્વારીએ કહ્યું કે, 'જમ્મૂ કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે.' તેના એક દિવસ પહેલા પાકિસ્તાને કાશ્મીર મુદ્દા પર આંતરરાષ્ટ્રીય સમુદાયને હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વિત્ઝર્લેન્ડમાં અહીં 24 ફેબ્રુઆરીથી 20 માર્ચ સુધી આયોજીત સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 43મી અધિવેશનમાં વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) વિકાસ સ્વરૂપે પાકિસ્તાનને વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું હતું. 


જમ્મૂ કાશ્મીરને અશાંત કરવામાં નિષ્ફળ રહ્યું પાક
યૂએનએચઆરસીમાં વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) વિકાસ સ્વરૂપે કહ્યું, 'જમ્મૂ કાશ્મીર હંમેશાથી ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને રહેશે. અમારી સંસદ તરફથી પાછલા ઓગસ્ટમાં કરવામાં આવેલું પરિવર્તન રાજ્યના એકીકરણને મજબૂત કરશે.'


વિકાસ સ્વરૂપે આગળ કહ્યું કે, પાકિસ્તાને જમ્મૂ કાશ્મીરને અશાંત અને અસ્થિર બનાવવા માટે દરેક પ્રયત્નો કર્યા, પરંતુ તે પોતાના સપના પૂરી કરી શક્યું નથી. જમીન પર સ્થિતિ સામાન્ય છે. 


તેમણે પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા તે દેશો વિરુદ્ધ મજબૂત કાર્યવાહી કરવાની અપીલ કરી જે આતંકવાદીઓને આદેશ આપે છે, તેને નિયંત્રિત કરે છે, તેને નાણાકીય મદદ કરે છે અને આસરો આપે છે.


દુનિયાની અનોખી મહિલા કે જેના શરીરમાંથી સતત નીકળ્યા કરે છે દારૂ, ડોક્ટરો પણ સ્તબ્ધ


પાકનો આરોપ, કાશ્મીરમાં થઈ રહ્યો છે માનવ અધિકારોનો ભંગ
પાકિસ્તાન પર તેના પાડોસી આતંકવાદીઓને આસરો આપવાનો આરોપ લગાવે છે. સ્વરૂપની આ ટિપ્પણી પાકિસ્તાન દ્વારા એક દિવસ પહેલા કરવામાં આવેલી ટિપ્પણીના જવાબમાં આવી છે. 


મંગળવારે પાકિસ્તાનની માનવાધિકાર મંત્રી શિરીન મજારીએ આરોપ લગાવ્યો હતો કે ભારત કાશ્મીરી લોકોના માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને ભારત દ્વારા પાછલા વર્ષે 5 ઓગસ્ટે ભરવામાં આવેલા તમામ પગલાંને પરત લેવાની માગ કરી હતી. 


ઉલ્લેખનીય છે કે ભારતે પાંચ ઓગસ્ટે કલમ 370 હેઠળ જમ્મૂ કાશ્મીરને મળેલ વિશેષ દરજ્જો ખતમ કર્યો અને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યું હતું. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો વિશ્વના અન્ય સમાચાર