દુનિયાની અનોખી મહિલા કે જેના શરીરમાંથી સતત નીકળ્યા કરે છે દારૂ, ડોક્ટરો પણ સ્તબ્ધ
રશિયાના પિટ્સબર્ગથી એક ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે જેમાં એક ડોક્ટરે એક એવી મહિલાની જાણકારી આપી છે જેનો યુરિન (મૂત્ર) દારૂ જેવો છે. ડોક્ટરના જણાવ્યાં મુજબ આ એક અસાધારણ ચિકિત્સકીય દશા છે જ્યાં યીસ્ટના ફોર્મેન્શનથી મહિલાના બ્લેડરમાં આપોઆપ દારૂ બને છે.
Trending Photos
નવી દિલ્હી: રશિયાના પિટ્સબર્ગથી એક ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે જેમાં એક ડોક્ટરે એક એવી મહિલાની જાણકારી આપી છે જેનો યુરિન (મૂત્ર) દારૂ જેવો છે. ડોક્ટરના જણાવ્યાં મુજબ આ એક અસાધારણ ચિકિત્સકીય દશા છે જ્યાં યીસ્ટના ફોર્મેન્શનથી મહિલાના બ્લેડરમાં આપોઆપ દારૂ બને છે.
યુરિનરી ઓટો-બ્રેવરી સિન્ડ્રોમ
જે ડોક્ટરોએ આ મહિલાનું ચેક અપ કર્યું અને તેમનો ઉપચાર કરી રહ્યાં છે તેમણે જ આ રિપોર્ટ આપ્યો છે. જે મુજબ આ એક દુર્લભ ચિકિત્સા સ્થિતિ છે પરંતુ તેના લક્ષ્ણો પહેલા ધ્યાનમાં આવ્યાં નહીં. તેમણે કહ્યું કે અલગ અલગ સંસ્થાનોમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ ટીમના અનુભવોના આધારે કહી શકાય કે આ એક યુરિનરી ઓટો બ્રેવરી સેન્ડ્રોમ હોઈ શકે છે. આ સિન્ડ્રોમમાં જો તમે ફક્ત કાર્બોહાઈડ્રેટ જ ભોજનમાં લેતા હશો તો તમારા શરીરમાં દારૂ બનવાનું શરૂ થઈ જાય છે.
61 વર્ષની છે આ મહિલા
જે મહિલાનો ઉલ્લેખ ડોક્ટરોએ પોતાના આ વિચિત્ર રિપોર્ટમાં કર્યો છે તે 61 વર્ષની મહિલા છે. આ મહિલા ડોક્ટરો પાસે પોતાના લિવર ડેમેજની સારવાર કરાવી રહી છે અને ઘણા સમયથી ડાયાબિટિસથી પીડાય છે જે હજુ સુધી કાબુમાં આવ્યો નથી.
પિટ્સબર્ગ મેડિકલ સેન્ટરના ડોક્ટરોનો છે આ રિપોર્ટ
આ મહિલા પિટ્સબર્ગ મેડિકલ સેન્ટરમાં પોતાનું લીવર ટ્રાન્સ્પ્લાન્ટ કરાવવા માંગે છે. હમણા સુધી સ્થિતિ એવી હતી, ડોક્ટરોને એમ લાગતું હતુ કે મહિલા દારૂ પીવાની પોતાની લત છૂપાવી રહી છે. પરંતુ ક્યારેય હોસ્પિટલમાં તે આવે તો તે મહિલા નશામાં હોય તેવા કોઈ લક્ષ્ણ જોવા મળ્યા નહતાં.
ડોક્ટરોનું ફાઈનલ ડાયગ્નોસિસ
ઘણા સમયથી આ મહિલા દર્દીનું ચેકઅપ પિટ્સબર્ગની હોસ્પિટલમાં થઈ રહ્યું હતું પરંતુ પરિણામ કશું નહતું આવતું. પરંતુ આખરે ડોક્ટર્સ હવે એ તારણ પર પહોંચ્યા છે કે આ એક દુર્લભ મેડિકલ કન્ડિશન છે જે યુરિનરી ઓટો બ્રેવરી સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. જેમાં દારૂ પીધા વગર પણ તમારા શરીરમાં કાર્બોહાઈડ્રેટથી દારૂ બનવાનું શરૂ થઈ જાય છે અને તે મૂત્ર માર્ગે શરીરની બહાર નીકળી જાય છે. એટલું જ નહીં શરીરમાં આ રીતની સ્થિતિના કારણે વ્યક્તિ ક્યારેક તો વગર દારૂ પીધે, દારૂ પીધા પછી દર્દી જે નશાની સ્થિતિમાં હોય તેમાં પણ પહોંચી જતો હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે