નવી દિલ્હી: રશિયા (Russia) ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) 22મા ભારત-રશિયા વાર્ષિક સંમેલન (India-Russia Annual Conference) માટે 6 ડ્સિએમ્બરના રોજ ભારત આવી રહ્યા છે. ભારત-રશિયા વચ્ચે S-400 મિસાઇલ સિસ્ટમ (S-400 Missile System) ખરીદીને લઇને એક કરારને ધ્યાનમાં રાખતાં વ્લાદિમીર પુતિન (Vladimir Putin) આ પ્રવાસને એકદમ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. બંને દેશો વચ્ચે થયેલા રક્ષા સોદાને લઇને અમેરિકી પ્રતિબંધો (US Sanctions) ના ખતરા વચ્ચે ભારતે અમેરિકાને બે મોઢાની વાત કરી કે 'કોઇના દબાણ'માં આવશે નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે આપ્યો આ જવાબ
રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટ (Ajay Bhatt) એ લોકસભા (Lok Sabha) માં એક લેખિત જવાબમાં આ કહ્યું. રક્ષા મંત્રાલય (Ministry of Defence) તરફથી કહેવામાં આવ્યું છે. 'રશિયા પાસેથી S-400 સિસ્ટમની ડિલીવરી માટે 5 ઓક્ટોબર 2018 ના રોજ એક કરાર કરવામાં આવ્યો હતો. સરકારે રક્ષા ઉપક્રમોની ખરીદીને પ્રભાવિત કરવા માટે તમામ ઘટનાક્રમો વિશે જાણકારી આપી છે. 


રક્ષા મંત્રાલયે શું કહ્યું?
રક્ષા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું 'સરકાર સશસ્ત્ર બળોના તમામ સુરક્ષા પડકારોનો સામનો કરવાની તૈયારી માટે સંભવિત ખતરા, ઓપરેશનલ અને ટેક્નિકલ પાસાઓના આધારે સંપ્રભુતાથી નિર્ણય લે છે. ડિલીવરી કરારની સમય સીમા હિસાબથી થઇ રહી છે.  


S-400 મિસાઇલ સિસ્ટમથી ભારત થશે મજબૂત
રક્ષા મંત્રીએ એ પણ કહ્યું કે S-400 મિસાઇલ સિસ્ટમના ભારતીય વાયુસેનામાં સામેલ થતાં એર ડિફેન્સ સિસ્ટમ (Air Defence System) માં ઉલ્લેખનીય વધારો થશે.


અત્રે ઉલ્લેખનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત આવતાં પહેલાં ભારત અને રશિયાના રક્ષા, સ્પેસ, વેપાર, ઉર્જા અને ટેક્નોલોજીના કરારને અંતિમ રૂપ આપવા જઇ રહ્યા છે. 6 ડિસેમ્બરના રોજ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત પહોંચશે અને વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube