ભારતના એક નિર્ણયથી અમેરિકામાં ચોખા ખરીદવા પડાપડી, સુપર માર્કેટમાં લાગી લાઈનો
હવે વધુમાં વધુ એનઆરઆઈ અને એશિયાના લોકો ચોખાનો સંગ્રહ કરવા માટે દુકાનો પર ભેગા થઈ રહ્યાં છે. તેને જોતા અમેરિકાની ઘણી દુકાનોએ ચોખાની ખરીદીને લઈને અનેક પ્રતિબંધો લગાવી દીધા છે.
નવી દિલ્હીઃ ભારત સરકારે સ્થાનિક પુરવઠો વધારવા અને ભાવને નિયંત્રણમાં રાખવા માટે આગામી તહેવારો દરમિયાન બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધની અસર અમેરિકામાં પણ જોવા મળી રહી છે. ચોખા પર પ્રતિબંધ પછી યુએસ સ્ટોર્સમાં લાંબી લાઇનો અને અત્યંત અસ્તવ્યસ્ત સ્થિતિ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે ભારતીય ખાદ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે નોન-બાસમતી ઉસ્ના ચોખા અને બાસમતી ચોખાની નિકાસ નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. બંને જાતો કુલ નિકાસમાં મોટો હિસ્સો ધરાવે છે. દેશમાંથી નિકાસ થતા કુલ ચોખામાં નોન-બાસમતી સફેદ ચોખાનો હિસ્સો લગભગ 25 ટકા છે.
ચોખાની ખરીદી પર પણ પ્રતિબંધ
હવે વધુમાં વધુ એનઆરઆઈ અને એશિયન લોકો ચોખાનો સ્કોટ કરવા માટે દુકાનો પર ભેગા થઈ રહ્યાં છે. તેને જોતા ઘણી અમેરિકી દુકાનોએ ચોખાની ખરીદીને લઈને કેટલાક પ્રતિબંધ લગાવી દીધા છે. ઘણી દુકાનોએ અફરાતફરીથી બચવા માટે પ્રતિ પરિવાર માત્ર ચોખાની એક બેગનો વિકલ્પ પસંદ કર્યો છે. એટલે કે એક પરિવાર માત્ર એક ચોખાની બેગ ખરીદી શકે છે. આ પ્રતિબંધ પહેલા ઘણી સુપરમાર્કેટમાં ચોખા ખરીદવા માટે લોકોની ભોગદોડ મચેલી છે.
કમાન્ડો, ડ્રોનથી શુટિંગ....અંજુ-નસરુલ્લાહના નિકાહ પાછળ ક્યાંક ISI તો નથી ને?
ભારત દ્વારા પ્રતિબંધ લગાવતા મોંઘવારી વધી શકે છેઃ આઈએમએફ
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મુખ્ય અર્થશાસ્ત્રી પિયર-ઓલિવિયર ગૌરીનચાસે મંગળવારે જણાવ્યું હતું કે આ પગલું ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે આ પગલું જલ્દી પાછું ખેંચી લેવું જોઈએ. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ કહ્યું છે કે તે ભારતને ચોખાના ચોક્કસ ગ્રેડની નિકાસ પરના નિયંત્રણો હટાવવા માટે "પ્રોત્સાહિત" કરશે, કારણ કે તેની વૈશ્વિક ફુગાવા પર અસર પડી શકે છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ના મુખ્ય અર્થશાસ્ત્રી પિયર-ઓલિવિયર ગૌરીનચાસે અહીં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં, આવા નિયંત્રણો બાકીના વિશ્વમાં ખાદ્યપદાર્થોના ભાવને અસ્થિર કરે તેવી શક્યતા છે અને બાકીના દેશો બદલાની કાર્યવાહી કરી શકે છે."તેથી અમે ચોક્કસપણે ભારતને નિકાસ પરના આ નિયંત્રણો હટાવવા માટે પ્રોત્સાહિત કરીશું, કારણ કે તે વિશ્વ પર હાનિકારક અસર કરી શકે છે," તેમણે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. બિન-બાસમતી સફેદ ચોખા મુખ્યત્વે ભારતમાંથી થાઈલેન્ડ, ઈટાલી, સ્પેન, શ્રીલંકા અને અમેરિકામાં નિકાસ કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube