Sri Lanka Crisis: શ્રીલંકાની વણસતી સ્થિતિ પર તેના પડોશી દેશ ભારતે તેનું સમર્થન કર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યું છે, અમે તે પડકારોથી અવગત છે જેનો શ્રીલંકા અને તેના લોકો સામનો કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કેન અમે આ મુશ્કેલ સમયમાં શ્રીલંકાના લોકોની સાથે ઉભા છીએ. ભારતે આ વર્ષે શ્રીલંકામાં ગંભીર આર્થિક સ્થિતિને સુધારવા માટે 3.8 બિલિયન અમેરિકન ડોલરથી વધુનું અભૂતપૂર્વ સમર્થન આપ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે પડોશી દેશ શ્રીલંકાની ખરાબ સ્થિતિમાં અમે તેની સાથે ઉભા છીએ. 


ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત આવી મુસીબતની સ્થિતિમાં શ્રીલંકના લોકો સાથે ઉભા છીએ. તે લોકતાંત્રિક સાધનો અને મૂલ્યો, સ્થાપિત સંસ્થાનો અને સંવૈધાનિક માળખાના માધ્યમથી સમૃદ્ધિ અને પ્રગતિ માટે પોતાની આકાંક્ષાઓને સાકાર કરવા માંગીએ છીએ. ભારતે આ વર્ષે શ્રીલંકામાં ગંભીર આર્થિક સ્થિતિને સુધારવા માટે 3.8 બિલિયન અમેરિકી ડોલરથી વધુનું સમર્થન આપ્યું છે. અમે શ્રીલંકામાં હાલના ઘટનાક્રમો પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છીએ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube