PAK એફ-16 પર સતત ઘમસાણ, ભારતે અમેરિકાને પૂછ્યો વેધક સવાલ
એફ-16 વિમાનો અંગેનો મામલો વધુને વધુ પીચેદો બનતો જાય છે. ભારતે અમેરિકાને પૂછયુ છે કે શું 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના ભારતીય સૈન્ય ઠેકાણાઓ પર બોમ્બ વરસાવવાની નિર્ણય બાદ તેના જે બેઝ પર એફ 16 ફાઈટર જેટ તહેનાત કરાયા હતાં ત્યાં અમેરિકી સૈન્ય અધિકારીઓ તહેનાત હતાં કે નહીં?
નવી દિલ્હી: એફ-16 વિમાનો અંગેનો મામલો વધુને વધુ પીચેદો બનતો જાય છે. ભારતે અમેરિકાને પૂછયુ છે કે શું 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના ભારતીય સૈન્ય ઠેકાણાઓ પર બોમ્બ વરસાવવાની નિર્ણય બાદ તેના જે બેઝ પર એફ 16 ફાઈટર જેટ તહેનાત કરાયા હતાં ત્યાં અમેરિકી સૈન્ય અધિકારીઓ તહેનાત હતાં કે નહીં? અમેરિકા સાથે પાકિસ્તાનના એગ્રીમેન્ટ મુજબ આ બેઝ પર અમેરિકી અધિકારીઓની તહેનાતી હોવી જરૂરી છે.
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ અમેરિકાએ હજુ સુધી તેનો ઔપચારિક જવાબ આપ્યો નથી. પરંતુ ભારતને એવું માલુમ પડ્યું છે કે પાકિસ્તાની મિલેટ્રીએ એફ-16ની તહેનાતીની તૈયારી અગાઉ જ તમામ અમેરિકી અધિકારીઓને સંબંધિત બેઝ છોડવા જણાવ્યું હતું. અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે એન્ડ-યૂઝર શરતો હેઠળ, જે બેઝ પર એફ-16 ફાઈટર જેટ રખાયા છે, ત્યાં તેમના વાસ્તવિક ઉપયોગ માટે તહેનાતીની નિગરાણી માટે અમેરિકી મિલેટ્રીના અધિકારીઓની હાજરી જરૂરી છે.
આ પણ વાંચો : ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, જાણો શું છે ખાસમખાસ
આમ છતાં 27 ફેબ્રુઆરીની કાર્યવાહીને રોકવાની મદદ મળી નહતી. જેમાં એફ-16 જેટ વિમાનોને ભારતીય એર સ્પેસમાં ખુબ અંદર સુધી ઘૂસી જવા છતાં ભારતે આ અંગે ખુબ સંયમ જાળવ્યો હતો. બંને દશોએ એક બીજાના ફાઈટર વિમાનોને નિશાન બનાવ્યાં હતાં. જેમાં ભારતનું એક મિગ 21 વિમાન ક્રેશ થયું હતું. તેના પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદન વિમાનમાંથી પેરાશૂટની મદદથી નીચે કૂદી પડ્યો હતો અને પાકિસ્તાનની સરહદમાં પ્રવેશી ગયો હતો. ત્યારબાદ પાકિસ્તાને અભિનંદનને કસ્ટડીમાં લીધો હતો. ખુબ દબાણ બાદ અભિનંદનને તાબડતોબ છોડી મૂકાયો હતો. વિંગ કમાન્ડર અભિનંદનના મિગ 21 વિમાને જ પાકિસ્તાનના એફ-16 વિમાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જેના કારણે તે વિમાન તૂટી પડ્યું હતું.
જુઓ LIVE TV
ભાજપો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં અમિત શાહે શું કહ્યું? જાણો
અમેરિકાએ પાકિસ્તાનને વેચેલા એફ-16ના એગ્રીમેન્ટની શરતોમાં હજુ એ સ્પષ્ટ નથી કે આ ફાઈટર જેટનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરાશે નહીં. જો કે ભારત હંમેશાથી એવું માનતું રહ્યું છે કે અમેરિકા પાકિસ્તાન કે તેની મિલેટ્રીને ભારતીય વાયુ સરહદમાં પ્રવેશવાની અનુમતિ આપશે નહીં. ભારતે અમેરિકાને સ્પષ્ટપણે જણાવ્યું છે કે બાલાકોટ પર તેનો હુમલો એક ગેરસૈન્ય આતંકવાદી વિરોધી અભિયાન હતું. ત્યારબાદ પાકિસ્તાન તરફથી આ પ્રકારની કોઈ કાર્યવાહીની જરૂર નહતી.