નવી દિલ્હી: કોરોના વાયરસ પર ભારતે ચીનને કરેલી મદદનું કરજ હવે ચીન ઉતારવા ઈચ્છી રહ્યું છે. ચીની સરકારે ભારતને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે મદદની રજુઆત કરી છે. આ મદદને પહેલી ખેપ આજે ભારત પહોંચશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6.5 લાખ ટેસ્ટ કિટ આવશે ચીનથી
ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસરીએ જણાવ્યું કે કોરોના સંક્રમણ સામે લડવા માટે ચીની સરકારે લગભગ 6.5 લાખ ટેસ્ટ કિટ મોકલી છે. જેમાંથી લગભગ 5.5 લાખ એન્ટી બોડી ટેસ્ટ કિટ્સ છે. આ ઉપરાંત એક લાખ આરએનએ એક્ટ્રેક્શન કિટ્સ છે. તેમણે વધુમાં જણાવ્યું કે આજે સવારે ચીનના ગુઆંગજો એરપોર્ટથી આ સામાન લઈને વિશેષ પ્લેન ભારત રવાના થઈ ગયું છે. બપોર સુધીમાં પહોંચશે.


વિદેશ મંત્રાલયે મહત્વની ભૂમિકા ભજવી
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ચીનથી આવી રહેલી આ મદદમાં વિદેશ મંત્રાલયે મહત્વની ભૂમિકા ભજવી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ વિદેશ મંત્રાલયે જ પોતાના બેઈજિંગ દૂતાવાસ દ્વારા ચીન સરકાર સાથે કિટ્સ અંગે વાતચીત શરૂ કરી હતી. યોગ્ય તાલમેળ બેસી જતા ભારતથી એક વિશેષ વિમાન ચીન મોકલવામાં આવ્યું. કટોકટી જોતા કસ્ટમ ક્લિયરન્સ પણ પહેલા જ આપી દેવાયું જેથી કરીને ભારતમાં ખેપ પહોંચ્યા બાદ રાહતકાર્યમાં વાર ન લાગે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube