World Bank New President: ભારતીય મૂળના અજય બંગા વર્લ્ડ બેન્કના આગામી અધ્યક્ષ, ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
Ajay Banga News: વિશ્વ બેન્કના કાર્યકારી ડાયરેક્ટરોએ અજય બંગાને પાંચ વર્ષના કાર્યકાળ માટે અધ્યક્ષ તરીકે ચૂંટી લીધા છે. તેમનો કાર્યકાળ 2 જૂન, 2023થી શરૂ થશે.
નવી દિલ્હીઃ World Bank President Ajay Banga: ભારતીય મૂળના અજય બંગા (Ajay Banga)વિશ્વ બેન્કના આગામી અધ્યક્ષ હશે. વિશ્વ બેન્કના 25 સભ્યોના કાર્યકારી બોર્ડે બુધવાર (3 મે) એ અજય બંગાને અધ્યક્ષના રૂપમાં પાંચ વર્ષના કાર્યકાળ માટે પસંદ કર્યાં છે. તેમનો કાર્યકાળ 2 જૂનથી શરૂ થશે. વિશ્વ બેન્કને હેડ કરનાર બંગા પ્રથમ ભારતીય-અમેરિકી અને અમેરિકી-શીખ સમુદાયમાંથી આવનાર વ્યક્તિ હશે.
અજય બંગાની નિમણૂક બાદ બેન્કે એક નિવેદનમાં કહ્યું કે ડાયરેક્ટર મંડળને બંગાની સાથે મળી વિશ્વ બેન્ક સમૂહ વિકાસ પ્રક્રિયા પર કામ કરવાની પ્રતીક્ષા છે. એપ્રિલમાં સંપન્ન બેઠકમાં આ વિકાસ પ્રક્રિયા પર સહમતિ બની હતી. આ સિવાય વિકાસશીલ દેશોની સમક્ષ હાજર મુશ્કેલ વિકાસ પડકારનો સામનો કરવાના પ્રયાસો પર પણ મળીને કામ કરવાનું છે.
આ પણ વાંચોઃ પુતિન પર આ પહેલો હુમલો નથી, રશિયન રાષ્ટ્રપતિ 6 વખત મોતને ચકમો આપી ચુક્યા છે
જો બાઇડેને કરી હતી પ્રશંસા
અજય બંગા વિશ્વ બેન્કના વર્તમાન અધ્યક્ષ ડેવિડ મલપાસની જગ્યા લેશે. બંગા (63) ને ફેબ્રુઆરીના અંતમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન તરફથી આ પદ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. બાઇડેને કહ્યુ હતું કે બંગા આ ગ્લોબલ સંસ્થાને લીડ કરવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ છે. માસ્ટરકાર્ડ ઇંકના પૂર્વ પ્રમુખ બંગા આ સમયે જનરલ એટલાન્ટિકના વાઇસ ચેરમેનના રૂપમાં કાર્યરત છે.
જાણો અજય બંગા વિશે
બંગાનો જન્મ ભારતમાં થયો હતો. તે 2007 થી અમેરિકી નાગરિક છે. બંગાએ IIM, અમદાવાદમાંથી એમબીએની ડિગ્રી મેળવતા પહેલા દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી. તેણે ભારતમાં નેસ્લે સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી અને પછી સિટીગ્રુપ સાથે કામ કર્યું. 2016 માં, ભારત સરકારે તેમને પદ્મશ્રી, ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા.
આ પણ વાંચોઃ માત્ર ₹1000 મહિને લગાવવાથી મળી જશે 2.33 કરોડ રૂપિયા, બસ SIP ની આ ટ્રિક અપનાવો
નોંધણી પછી ઘણા દેશોનો પ્રવાસ કર્યો
આ પદ માટે તેમના નામાંકન પછી, બંગા 96 સરકારોના અધિકારીઓને મળ્યા છે. તેમણે સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને નાગરિક સમાજ જૂથોને મળવા માટે ત્રણ અઠવાડિયા દરમિયાન આઠ દેશોનો પ્રવાસ કર્યો. તેઓ વિશ્વની ટોચની નાણાકીય સંસ્થાઓ - વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) માંથી કોઈ એકના વડા તરીકે ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ છે. બીજા વિશ્વયુદ્ધના અંતે તેની શરૂઆત થઈ ત્યારથી, વિશ્વ બેંકનું નેતૃત્વ એક અમેરિકન દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનું નેતૃત્વ એક યુરોપિયન દ્વારા કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube