વોશિંગ્ટન: રામ નામનો નાદ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ સંભળાઇ રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન સમયે અમેરિકામાં રહેતા ભારતીયોએ ઉજણવી કરી છે. સાથે જ યૂએસના તમામ મંદિરોમાં વિશેષ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોશિંગ્ટનના કેપિટલ હિલની બહાર ભારતીયો ભેગા થયા અને તેમની વર્ષો જુની ઇચ્છાને પૂરી થતા જોઇ ખુશી વ્યક્ત કરી હતી. તે દરમિયાન જય શ્રી રામના નારા પણ લાગવ્યા હતા. કેટલાક ભારતીયોએ ભગવા કપડા પહેરેલા હતા અને તેમના હાથમાં ભગવો ધ્વજ પણ હતો. સાથે જ ભવ્ય રામ મંદિરની ડિજિટલ તસવીરોવાળી ઝાંખી પણ કાઢવામાં આવી હતી.


આ પણ વાંચો:- PM મોદી શ્રીરામલલાના દર્શન પહેલાં કેમ ગયા હનુમાન ગઢી મંદિર? જાણો શું છે કારણ


આ પહેલા હિન્દુ સમુદાયના નેતાઓએ કહ્યું હતું કે રામ મંદિરના ભૂમિ પૂજન સમયે અમેરિકાના તમામ મંદિરોમાં વિશેષ પૂજા તેમજ અર્ચના કરવામાં આવશે. મોટી મોટી સંખ્યામાં યૂએસમાં રહેતા ભારતીયોએ કહ્યું હતું કે, તેઓ ભૂમિ પૂજનની ખુશીમાં તેમના ઘરોને દીવાથી રોશન કરશે. હિન્દુ મંદિર કાર્યકારી સંમેલન અને હિન્દુ મંદિર પુજારી સંમેલન તરફથી ભારતીય-અમેરિકાના લોકોએ મોટી સંખ્યામાં સામૂહિક વર્ચુઅલ પ્રાર્થનાનો ભાગ બનવાની અપીલ કરી હતી.


આ પણ વાંચો:- PM મોદીએ કહ્યું: વર્ષોથી રામલલ્લા ટેન્ટમાં રહેતા હતા, પરંતુ હવે ભવ્ય મંદિર બનશે


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube