PM મોદીએ કહ્યું: વર્ષોથી રામલલ્લા ટેન્ટમાં રહેતા હતા, પરંતુ હવે ભવ્ય મંદિર બનશે

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર માટે બુધવારે પીએમ મોદીએ ભૂમિ પૂજન કર્યું. ભૂમિપૂજન દરમિયાન પીએમ મોદીએ રામ મંદિરના નિર્માણ માટે આધારશિલા મુકી. ભૂમિ પૂજન કાર્યક્રમ પછી પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે.

PM મોદીએ કહ્યું: વર્ષોથી રામલલ્લા ટેન્ટમાં રહેતા હતા, પરંતુ હવે ભવ્ય મંદિર બનશે

અયોધ્યા: અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર માટે બુધવારે પીએમ મોદીએ ભૂમિ પૂજન કર્યું. ભૂમિપૂજન દરમિયાન પીએમ મોદીએ રામ મંદિરના નિર્માણ માટે આધારશિલા મુકી. ભૂમિ પૂજન કાર્યક્રમ પછી પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. પીએઅમ મોદીએ પોતાનું સંબોધન જય સિયા રામના નારા સાથે શરૂ કર્યું. પીએમ મોદીએ વિશ્વના રામભક્તોને કોટિ કોટિ શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારું સૌભાગ્ય છે મને ટ્રસ્ટે ઐતિહાસિક પળ માટે આમંત્રિત કર્યો. મારું આવવું સ્વભાવિક હતું, આજે ઇતિહાસ રચવામાં આવી રહ્યું છે. આજે ભારત રામમય છે, દરેક મન દીપમય છે. પીએમ મોદીએ કહ્યું કે રાજ કાજ કીન્હે બિનુ મોહિ કયાં વિશ્રામ...સદીઓનો ઇંતઝાર સમાપ્ત થઇ રહ્યો છે. વરસો સુધી રામલલા ટેંટમાં રહેતા હતા, પરંતુ હવે ભવ્ય મંદિર બનશે.
modi
તૂટવું અને પછી ઉભા થવું, સદીઓથી ચાલતા આવતા આ વ્યતિક્રમથી રામજન્મભૂમિ આજે મુક્ત થઇ ગઇ છે. આખો દેશ રોમાંચિત છે, દરેક મન દીપમય છે. સદીઓ રાહ જોવામાં આવતી હતી તે આજે સમાપ્ત થઇ ગઇ છે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ''આપણા સ્વતંત્રતા આંદોલન વખતે ઘણી પેઢીઓએ પોતાનું બધુ જ સમર્પિત કરી દીધું હતું. ગુલામીના કાલખંડમાં એવો સમય ન હતો જ્યારે આઝાદી માટે આંદોલન ચાલ્યું ન હોય, દેશનો કોઇ ભૂભાગ એવો નથી જ્યાં આઝાદી માટે બલિદાન ન આપ્યું હોય. 

તેમણે આગળ કહ્યું કે ''રામ મંદિર માટે ચાલેલા આંદોલનમાં અર્પણ પણ હતું, તર્પણ પણ હતું, સંઘર્ષ પણ હતો. જેના ત્યાગ, બલિદાર અને સંઘર્ષથે આજે આ સપનું સાકાર થઇ રહ્યું છે. જેની તપસ્યા રામ મંદિરમાં પાયાની માફક જોડાયેલા છે, હું તે બધાને આજે 130 કરોડ દેશવાસીઓ તરફથી નમન કરું છું, પીએમ મોદીએ કહ્યું ''રામ આપણા મનમાં મઢેલા છે, આપણી અંદર ભળી ગયા છે. કોઇ કામ કરવાનું હોય તો પ્રેરણા માટે આપણે ભગવાન રામ તરફ જ જોઇએ છીએ.

પીએમ મોદીએ કહ્યું ''ભગવાન રમાની અદભૂત શક્તિ જુઓ. બિલ્ડીંગો નષ્ટ કરી દેવામાં આવી, અસ્તિત્વ નષ્ટ કરવાનો પ્રયત્ન પણ થયો, પરંતુ રામ આજે પણ આપણા મનમાં વસેલા છે, આપણી સંસ્કૃતિનો આધાર છે. શ્રીરામ ભારતની મર્યા છે, શ્રીરામ પુરૂષોત્તમ છે. શ્રીરામનું મંદિર આપણી સંસ્કૃતિનું આધુનિક પ્રતિક બનશે. આપણી શાશ્વત આસ્થાનું પ્રતિક બનશે. રાષ્ટ્રીય ભાવનાનું પ્રતિક બંશે. આ મંદિર કરોડો-કરોડો લોકોની સામૂહિક શક્તિનું પ્રતિક બનશે.''

પીએમ મોદીએ આગળ કહ્યું ''શ્રીરામચંદ્રને તેજમાં સૂર્ય સમાન, ક્ષમામાં પૃથ્વીના તુલ્ય, બુદ્ધિમાં બૃહસ્પતિના સદ્વશ્ય અને યશમાં ઇંદ્ર સમાન ગણવામાં આવ્યા છે. શ્રીરામના ચરિત્ર સૌથી વધુ કે કેંદ્ર બિંદુ પર ફરતું રહે છે, તો તે સત્ય પર અડગ રહેવું. એટલા માટે જ શ્રીરામ સંપૂર્ણ છે.''

તેમણે આગળ કહ્યું કે ''જીવનનનું કોઇ એવું પાસું નથી, જ્યાં આપણા રામ પ્રેરણા ન આપતા હોય. ભારતની એવી કોઇ ભાવના નથી જેમાં પ્રભુ રામ દેખાતા ન હોય. ભારતની આસ્થામાં રામ છે, ભારતના આદર્શોમાં રામ છે. ભારતની દિવ્યતામાં રામ છે, ભારતના દર્શનમાં રામ છે. 

પીએમ મોદીએ કહ્યું કે ''આજથી ભારતના બહાર ડઝનો એવા દેશ છે જ્યાં, ત્યાંની ભાષામાં રામકથા પ્રચલિત છે. મને વિશ્વાસ છે કે આજે આ દેશોમાં પણ કરોડો લોકોને રામ મંદિરના નિર્માણનું કામ કરવાની પરવાનગી મળી છે. આખરે રામ બધાના છે, બધામાં છે. મને વિશ્વાસ છે કે શ્રીરામના નામને માફક જ અયોધ્યામાં બનનાર આ ભવ્ય રામમંદિર ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ વિરાસત હશે. અહીં નિર્મિત થનાર રામમંદિર અનંતકાળ સુધી માનવતાને પ્રેરણા આપશે. 

નૃત્યગોપાલ દાસનું સંબોધન
રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના મુખ્ય મહંત નૃત્યગોપાલ દાસે કહ્યું કે લોકો અમને પૂછે કે મંદિર ક્યારે બનશે? અમે કહ્યું હતું કે જ્યારે એક તરફ મોદી અને બીજી તરફ યોગી છે, તો હવે નહી બને તો ક્યારે બનશે. હવે લોકોને તન-મન-ધનથી મંદિર નિર્માણમાં જોડાવવું જોઇએ અને કામને આગળ વધારવું જોઇએ. દુનિયામાં વસવાટ કરતા હિંદુઓની આ જ ઇચ્છા હતી. મંદિરનું નિર્માણ એક નવા ભારતનું નિર્માણ છે, તેને જલદી જ પૂર્ણ કરવું જોઇએ. 

મોહન ભાગવત
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે આજનો દિવસ એટલો મોટો દિવસ છે કે આખા દેશમાં ખુશીનો માહોલ છે. આ આનંદમાં એક પ્રણ છે, એક ઉત્સાહ છે પરંતુ લોકોના સંઘર્ષને ભૂલી ન શકાય.

આરએસએસ પ્રમુખ મોહન ભગવે કહ્યું કે અહીં રામ મંદિર નિર્માણ માટે આજથી શુભારંભ થઇ ગયો છે અને આ મંદિર પૂર્ણ થતાં પહેલાં મન મંદિર બનીને તૈયાર થવું જોઇએ. મંદિર નિર્માણ માટે ઘણા લોકોએ બલિદાન આપ્યું છે અને પીએમ મોદીના પ્રયત્નોથી બધાની આતુરતા પુરી થઇ ગઇ છે. 

કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે આજે આનંદની ક્ષણ છે, એક સંકલ્પ લીધો હતો. ત્યારે સંઘપ્રમુખ દેવવ્રતજીએ કહ્યું હતું કે 20-30 વર્ષ કામ કરવું પડશે, ત્યારે આ કામ કરવું પડશે. આજે 30મા વર્ષની શરૂઆતમાં કામ શરૂ થયું છે. ઘણા લોકો મહામારીના કારણે આવી શક્યા નથી, લાલકૃષણ અડવાણીજી પણ આવી શક્યા નથી. દેશમાં અત્યારે આત્મનિર્ભર બનાવવાનું કામ ચાલી રહ્યું છે, આજે મહામારી બાદ વિશ્વ નવા માર્ગે શોધી રહ્યો છે. જેમ-જેમ મંદિર બનશે, રામની અયોધ્યા પણ બનવી જોઇએ. આપણા મનમાં જે મંદિર બનવું જોઇએ અને કપટ છોડવી જોઇએ.

યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંદિર નિર્માણ માટે આવેલા લોકોને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે 135 કરોડ ભારતવાસીઓ અને આખી દુનિયામાં સનાતમ ધર્મ પ્રત્યે શુભેચ્છાનો ભાવ રાખનારાઓની ભાવનાઓને પુરી કરનાર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news