નવી દિલ્હીઃ લદ્દાખમાં એલએસી (LAC) પર ઘણા મહિનાથી ચાલી રહેલા ભારત અને ચીનના વિવાદ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચીની સરકારના નજીકના કહેવાલા ગ્લોબલ ટાઇમ્સે ટ્વીટ કરીને દાવો કર્યો છે કે પેંગોંગ તળાવના ઉત્તર અને દક્ષિણ બન્ને કિસાનાથી બન્ને દેશોની સેનાએ પાછળ હટવાનું શરૂ કરી દીધુ છે. ચીની રક્ષામંત્રાલય પ્રમાણે કોર કમાન્ડર સ્તરની નવમાં તબક્કાની ચર્ચામાં થયેલી સહમતિ બાદ સૈનિકોએ બુધવારે પાછળ હટવાનું શરૂ કરી દીધુ છે. ભારતીય સેના કે રક્ષા મંત્રાલયે આ મુદ્દે હજુ કોઈ પ્રતિક્રિયા આપી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં ચીનના રક્ષામંત્રાલયે અહીં કહ્યું કે, પૂર્વી લદ્દાખમાં પેંગોંગ તળાવના ઉત્તર અને દક્ષિણ કિનારા પર તૈનાત ભારત અને ચીનના અગ્રિમ પંક્તિના સૈનિકોએ બુધવારથી વ્યવસ્થિત રીતે પાછળ હટવાનું શરૂ કરી દીધું. ચીની રક્ષામંત્રાલયના પ્રવક્તા કર્નલ વુ કિયાને કહ્યુ કે, પૂર્વી લદ્દાખમાં પેંગોંગ સરોવરના ઉત્તરી અને દક્ષિણ કિનારા પર તૈનાત ભારત અને ચીનના અગ્રિમ પંક્તિના સૈનિકોએ બુધવારથી વ્યવસ્થિત રીતે પાછળ હટવાનું શરૂ કરી દીધું.


આ પણ વાંચોઃ PHOTOS: સોનાથી ઝગારા મારતો મહેલ, 7000 લક્ઝરી કાર, રાજાના ઠાઠમાઠ જોઈને આંખો પહોળી થઈ જશે


કિયાને એક અખબારી યાદીમાં કહ્યુ કે, ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની નવમાં રાઉન્ડની વાર્તામાં બનેલી સહમતિને અનુરૂપ બન્ને દેશોના સશત્ત્ર દળોના અગ્રિમ પંક્તિના એકમોએ આજે 10 ફેબ્રુઆરીથી પેંગોંગ સરોવરના ઉત્તરી અને દક્ષિણ કિનારાથી પાછળ હટવાનું શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે બન્ને દેશો વચ્ચે પૂર્વી લદ્દાખમાં પાછલા વર્ષે મે મહિનાથી સૈન્ય ગતિરોધ ચાલી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube