PHOTOS: સોનાથી ઝગારા મારતો મહેલ, 7000 લક્ઝરી કાર, રાજાના ઠાઠમાઠ જોઈને આંખો પહોળી થઈ જશે

 ભારત સહિત દુનિયાભરના અનેક દેશોમાં રાજાશાહી ખતમ થઈ ગઈ છે. પરંતુ હજુ પણ એવા કેટલાક દેશો છે જ્યાં રાજાનું શાસન છે. 

PHOTOS: સોનાથી ઝગારા મારતો મહેલ, 7000 લક્ઝરી કાર, રાજાના ઠાઠમાઠ જોઈને આંખો પહોળી થઈ જશે

નવી દિલ્હી: ભારત સહિત દુનિયાભરના અનેક દેશોમાં રાજાશાહી ખતમ થઈ ગઈ છે. પરંતુ હજુ પણ એવા કેટલાક દેશો છે જ્યાં રાજાનું શાસન છે. બ્રુનેઈ(Brunei) પણ આવો જ એક દેશ છે. જ્યાં આજે પણ સુલ્તાનનું શાસન છે. જેમનું નામ હસનલ બોલકિયા(Hassanal Bolkiah) છે. અત્રે જણાવવાનું કે બ્રુનેઈ દેશ ઈન્ડોનેશિયા(Indonesia) પાસે આવેલો છે. (તસવીરો-સાભાર ફેસબુક)

સૌથી અમીર સુલ્તાનોમાં સામેલ છે હસનલ બોલકિયા
બ્રુનેઈના સુલ્તાન હસનલ બોલકિયા (Hassanal Bolkiah) ની ગણતરી દુનિયાના સૌથી અમીર સુલ્તાનોમાં થાય છે, જે વર્ષ 1980 સુધી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ હતા. બિઝનેસ ઈનસાઈડરના એક રિપોર્ટ મુજબ હસનલ બોલકિયાની સંપત્તિ 14,700 કરોડ રૂપિયાથી પણ વધુ છે અને તેમની કમાણીનો સૌથી મોટો સ્ત્રોત તેલનો ભંડાર અને પ્રાકૃતિક ગેસ છે. 

Hassanal Bolkiah among the richest sultans

સોના જડેલા મહેલમાં રહે છે સુલ્તાન
રિપોર્ટ મુજબ સુલ્તાન હસનલ બોલકિયા (Hassanal Bolkiah) જે મહેલમાં રહે છે તે સોનાજડિત છે. ઈસ્તાના નુરુલ ઈમામ પેલેસ નામનો આ મહેલ 1984માં બનેલો હતો અને તે 20 લાખ વર્ગ ફૂટના મોટા વિસ્તારમાં ફેલાયેલો છે. આ મહેલના ગુંબજ 22 કેરેટ સોનાથી જડેલા છે. 

Sultan lives in a palace with gold

પેલેસમાં છે આ સુવિધાઓ
હસનલ બોલકિયાના મહેલ ઈસ્તાના નુરુલ પેલેસની કિંમત 2550 કરોડ રૂપિયાથી પણ વધુ છે. મહેલમાં 1700થી વધુ રૂમ છે. જ્યારે 257 બાથરૂમ છે અને પાંચ સ્વિમિંગપુલ છે. મહેલમાં ગાડીઓ રાખવા માટે 110 ગેરેજ ઉપરાંત 200 ઘોડા માટે એરકન્ડિશન તબેલા છે. 

facilities in the palace

સુલ્તાન પાસે 7000 કારનું કલેક્શન
સુલ્તાન હસનલ બોલકિયા પાસે 7000 લક્ઝરી કાર છે. જેની કિંમત લગભગ 341 અબજ રૂપિયા કહેવાય છે. સુલ્તાનની કારોના કલેક્શનમાં 600 રોલ્સ રોયસ અને 300 ફરારી ગાડીઓ છે. 

collection of 7000 cars

સોનાજડિત પ્રાઈવેટ જેટમાં મુસાફરી
બોનરિચ ડોટ કોમના રિપોર્ટ મુજબ હસનલ બોલકિયાની પાસે લક્ઝરી સુવિધાઓથી લેસ અનેક પ્રાઈવેટ જેટ છે. તેમની પાસે બોઈંગ 747-400, બોઈંગ 767-200 અને એરબસ એ340-200 જેટ છે. રિપોર્ટ મુજબ બોઈંગ 747-400 જેટમાં સોનું જડેલું છે અને તેમાં લિવિંગ રૂમથી લઈને બેડરૂમ તથા અન્ય અનેક સુવિધાઓ રહેલી છે. 

Travel in gold plated private jet

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news