ગજબ છે આ ભારતીય બિઝનેસમેન, 2.5 કરોડ આપી UAE ની જેલોમાંથી 900 કેદીઓને છોડાવ્યા
ખાડી દેશ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં કડક કાયદાઓને પગલે ત્યાં મોટી સંખ્યામાં લોકો જેલમાં બંધ છે. અનેક લોકો પોતાના છૂટકારા માટે જે ખર્ચ ચૂકવવો પડે તેના માટે સક્ષમ નથી અને વર્ષોથી જેલમાં બંધ છે. આ કેદીઓના છૂટકારા માટે એક ભારતીય બિઝનેસમેન આગળ આવ્યા છે.
ખાડી દેશ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં કડક કાયદાઓને પગલે ત્યાં મોટી સંખ્યામાં લોકો જેલમાં બંધ છે. અનેક લોકો પોતાના છૂટકારા માટે જે ખર્ચ ચૂકવવો પડે તેના માટે સક્ષમ નથી અને વર્ષોથી જેલમાં બંધ છે. આ કેદીઓના છૂટકારા માટે એક ભારતીય બિઝનેસમેન આગળ આવ્યા છે. આ ભારતીય બિઝનેસમેન અને સમાજસેવી ફિરોઝ મર્ચન્ટે 2024ની શરૂઆતથી યુએઈની જેલોમાં બંધ 900 કેદીઓના છૂટકારા માટે લગભગ 1 મિલિયન દિરહામ (આશરે 2.5 કરોડ રૂપિયા)નું દાન આપ્યું. તેમનો લક્ષ્યાંક આ વર્ષે 3000 કેદીઓને છોડાવવાનો છે.
ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ પ્યોર ગોલ્ડ જ્વેલર્સના 66 વર્ષના માલિક ફિરોઝ મર્ચન્ટે સંયુક્ત આરબ અમીરાતના અધિકારીઓને એક મિલિયન દિરહામનું દાન આપ્યું છે. તેઓ પોતે દુબઈમાં રહે છે. ફિરોઝ મર્ચન્ટની ઓફિસથી જણાવવામાં આવ્યું કે આ રમઝાન પહેલા વિનમ્રતા, માનવતા, ક્ષમા અને દયાભાવ દેખાડવાનો સંદેશ છે. તેમના કાર્યાલયના એક નિવેદનમાં કહેવાયું છે કે દુબઈ સ્થિત પ્રમુખ ભારતીય બિઝનેસમેન અને પ્યોર ગોલ્ડ જ્વેલર્સના માલિક તથા સમાજસેવી ફિરોઝ મર્ચન્ટે આરબ દેશોની જેલમાંથી 900 કેદીઓનો છૂટકારો સુનિશ્ચિત કરવા માટે લગભગ 2.25 કરોડ (એઈડી 1 મિલિયન) નું દાન આપ્યું છે. ફિરોઝ મર્ચન્ટ પોતાની ધ ફોરગોટન સોસાયટી પહેલ માટે જાણીતા છે. તેઓ 2024ની શરૂઆતથી અત્યાર સુધીમાં 900 કેદીઓને છોડાવી ચૂક્યા છે.
મેગલ્ફ ન્યૂઝ પોર્ટલના જણાવ્યાં મુજબ અઝમાનના 495 કેદીઓ, ફૂજૈરાના 170 કેદીઓ, દુબઈના 121 કેદીઓ, ઉમ્મ અલ ક્વૈનના 69 કેદીઓ અને રાસ અલ ખૈમાના 28 કેદીઓ સામેલ છે. ફિરોઝ મર્ચન્ટે કેદીઓનું દેવું પણ ચૂકવ્યું અને તેમને ઘરે પાછા ફરવા માટે હવાઈ ભાડુ પણ આપ્યું. તેમનો લક્ષ્યાંક પરિવારનો ફરીથી એકજૂથ કરવાનો અને જીવનમાં બીજી તક આપવાનો છે.
20 હજારથી વધુ કેદીઓને મળી ચૂકી છે મદદ
યુએઈની કેન્દ્રીય જેલોમાં પોલીસ મહાનિદેશકોની સાથે મળીને ફિરોઝ મર્ચન્ટની પહેલે છેલ્લા કેટલાક વર્ષોમાં 20,000તી વધુ કેદીઓની મદદ કરી છે. મર્ચન્ટે કહ્યું કે હું સરકારના સહયોગ બદલ આભારી છું. ફોરગોટન સોસાયટીનું માનવું છે કે માનવતાની કોઈ સીમા નથી અને અમે આ વ્યક્તિઓને તેમના પરિવારો અને સમુદાયો સાથે મેળ મિલાપ કરવાની તક આપવા માટે મળીને કામ કરીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube