ભારતીયો માટે ખુશખબર...આટલા બધા દેશોમાં તમે વિઝા વગર જઈ શકો છો, એક નામ જાણીને તો ચોંકી જશો
ભારતના પાસપોર્ટની તાકાત દુનિયામાં ઝડપથી વધી રહી છે. લેટેસ્ટ રેંકિંગ મુજબ ભારતનો પાસપોર્ટ દુનિયામાં 80માં સ્થાને આવે છે. એટલું જ નહીં ભારતના આ શક્તિશાળા પાસપોર્ટના દમ પર દેશના નાગરિકો દુનિયાના અનેક દેશોમાં વિઝા વગર ફરી શકે છે.
ભારતના પાસપોર્ટની તાકાત દુનિયામાં ઝડપથી વધી રહી છે. લેટેસ્ટ રેંકિંગ મુજબ ભારતનો પાસપોર્ટ દુનિયામાં 80માં સ્થાને આવે છે. એટલું જ નહીં ભારતના આ શક્તિશાળા પાસપોર્ટના દમ પર દેશના નાગરિકો દુનિયાના 62 દેશોમાં વિઝા વગર જઈ શકે છે. હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સના લેટેસ્ટ આંકડા મુજબ પાકિસ્તાનના પાસપોર્ટની હાલત તો ખુબ જ ખરાબ છે. તે દુનિયામાં નીચેથી ચોથા સ્થાને આવે છે. જ્યારે ભારતીયો અનેક દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે. દુનિયાના ટોપ 6 દેશો એવા છે જેમના પાસપોર્ટ ધારકો 194 દેશોમાં વગર વિઝાએ મુસાફરી કરી શકે છે.
લિસ્ટમાં સૌથી નીચે અફઘાનિસ્તાન આવે છે. જ્યાંના નાગરિકો ફક્ત 28 દેશોમાં જ વિઝા વગર જઈ શકે છે. આ ઉપરાંત સિરીયાના લોકો 29 અને ઈરાકના લોકો 31 દેશોમાં જઈ શકે છે. નીચેથી ચોથા નંબરે આવતા પાકિસ્તાનના નાગરિકો ફક્ત 34 દેશોમાં વિઝા વગર જઈ શકે છે. દુનિયાના 10 સૌથી ખરાબ રેંકિંગવાળા પાસપોર્ટમાં નેપાળ, પેલેસ્ટાઈન, સોમાલિયા, યમન, ઈરાક, સિરીયા, અફઘાનિસ્તાન, ઈરાક, પાકિસ્તાન, લીબિયા સામેલ છે. હવે તમારે એ જાણવું જરૂરી છે કે ભારતીયો કેટલા દેશોમાં વગર વિઝાએ જઈ શકે છે.
આ 62 દેશોમાં ભારતીયો વગર વિઝાએ જઈ શકે છે....
1. અંગોલા
2. બારબાડોસ
3. ભૂટાન
4. બોલિવિયા
5. બ્રિટિશ વર્જિન આયર્લેન્ડ
6. બુરંડી
7. કમ્બોડિયા
8. કેપ વર્ડે આઈલેન્ડ
9. કોમોરો આઈલેન્ડ
10. કુક આઈલેન્ડ
11. જીબુતી
12. ડોમિનિકા
13. અલ સાલ્વાડોર
14. ઈથિયોપિયા
15. ફિજી
16. ગેબન
17. ગ્રેનાડા
18. ગુએના બિસાઉ
19. હૈતી
20. ઈન્ડોનેશિયા
21. ઈરાન
22. જમૈકા
23. જોર્ડન
24. કઝાખસ્તાન
25. કેન્યા
26. કિરિબાતી
27. લાઓસ
28. મકાઓ
29. મેડાગાસ્કર
30. મલેશિયા
31. માલદીવ
32. માર્શલ આઈલેન્ડ
33. મોરિટેનિયા
34. મોરેશિયસ
35. માઈક્રોશિયા
36. મોઝામ્બિક
37. મ્યાંમાર
38. નેપાળ
39. નિઉએ
40. ઓમાન
41. પાલાઉ આઈલેન્ડ
42. કતાર
43. રવાન્ડા
44. સામોઓ
45. સેનેગલ
46. સેશેલ્સ
47. સિએરા લિયોન
48. સોમાલિયા
49. શ્રીલંકા
50. સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ
51. સેન્ટ લૂસિયા
52. સેન્ટ વિન્સેટ
53. તાન્ઝાનિયા
54. થાઈલેન્ડ
55. તિમોર
56. ટોગો
57. ત્રિનિદાદ એન્ડ ટોબેગો
58. ટ્યૂનિશિયા
59. તુવાલુ
60. વનુઆતુ
61. ઝિમ્બાબ્વે
62. ગ્રેનાડા
દુનિયાના કુલ 6 દેશ એવા છે જ્યાંના લોકો સમગ્ર વિશ્વમાં કુલ 194 દેશોમાં વિઝા વગર ફરી શકે છે. આ દેશોમાં ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, સિંગાપુર અને સ્પેન સામેલ છે. આ દેશો બાદ બીજા નંબર પર ફિનલેન્ડ, દક્ષિણ કરિયા, અને સ્વીડન આવે છે. જ્યારે ત્રીજા નંબર પર ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, આયર્લેન્ડ, નેધરલેન્ડ આવે છે. આ ઈન્ડેક્સમાં બેલ્જિયમ, લક્ઝમબર્ગ, નોર્વે, પોર્ટુગલ, અને યુનાઈટેડ કિંગડમ ચોથા સ્થાન પર આવે છે. આ દેશોના નાગરિકો કુલ 191 દેશોમાં વિઝા વગર ફરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube