ખાલિસ્તાની સમર્થકોની એક ગંદી હરકત સામે આવી છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ  ખાલિસ્તાનીઓના એક ગ્રુપે ભારતીય ઉચ્ચાયુક્ત વિક્રમ દોરાઈસ્વામીને એક સ્થાનિક ગુરુદ્વારામાં પ્રવેશ કરતા રોક્યા. ભારતીય ઉચ્ચાયુક્ત ગુરુદ્વારાના નિમંત્રણ પર ત્યાં ગયા હતા. જેવા તેઓ ત્યાં પહોંચ્યા કે ત્યાં હાજર ખાલિસ્તાની સમર્થકોએ તેમને રોક્યા. આ મામલો આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા પર ભારત અને કેનેડા વચ્ચે રાજનીતિક વિવાદ દરમિયાન સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ્સ મુજબ ખાલિસ્તાની સમર્થક એક શીખ કાર્યકરે જણાવ્યું કે તેમાંથી કેટલાકને ખબર હતી કે દોરઈસ્વામીએ અલ્બર્ટ ડ્રાઈવ પર ગ્લાસગો ગુરુદ્વારાની ગુરુદ્વારા સમિતિ સાથે એક બેઠક યોજના બનાવી હતી. એવું કહેવાય છે કે ભારતીય ઉચ્ચાયુક્તના ત્યાં પહોંચતા જ કેટલાક લોકો ત્યાં આવી ચડ્યા. જેમણે તેમને કહ્યું કે તેમનું અહીં સ્વાગત નથી અને તેઓ ત્યાંથી જતા રહ્યા. 


એક ખાલિસ્તાની ગ્રુપે જણાવ્યું કે અમારી તેમની સાથે હળવી નોંકઝોક થઈ. અમને નથી લાગતું કે જે કઈ  થયું તેનાથી ગુરુદ્વારા કમિટી ખુશ છે. પરંતુ બ્રિટનના કોઈ પણ ગુરુદ્વારામાં ભારતીય અધિકારીઓનું સ્વાગત નથી. અમે ભારત અને યુનાઈટેડ કિંગડમની મિલીભગતથી તંગ આવી ગયા છીએ. આ સાથે એવું પણ કહેવાયું કે હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદથી બ્રિટિશ શીખોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેનો સંબંધ અવતારસિંહ અને જગતાર સિંહ જોહલ સાથે પણ છે. 


નિજ્જરની હત્યા બાદ ભડક્યા છે ખાલિસ્તાની સમર્થકો
કેનેડા અને બ્રિટનના અનેક શહેરોમાં શીખોની વસ્તી વધુ છે અને ગુરુદ્વારા આ સમુદાયનું કેન્દ્રબિન્દુ છે. નિજ્જર સરેમાં ગુરુદ્વારાનો અધ્યક્ષ હતો. તેની હત્યા બાદથી જ ખાલિસ્તાની સમર્થકો ભડકેલા છે.