ભારતીય વિદ્યાર્થીઓ અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓમાં તો ભણવા માટે વિદેશ જવાની ઘેલછા ખુબ જોવા મળતી હોય છે. આ માટે સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે પહેલી પસંદ અમેરિકા, કેનેડા, યુકે, જર્મની, ઓસ્ટ્રેલિયા જેવા દેશો હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે રીતે જોવા મળી રહ્યું છે કે વિદ્યાર્થીઓમાં આ દેશો કરતા અલગ જ દેશોમાં જવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દેશો તરફ વળી રહ્યા છે વિદ્યાર્થીઓ!
આગામી શૈક્ષણિક વર્ષો માટે વિદ્યાર્થીઓમાં અમેરિકા, કેનેડા, યુકે જેવા દેશોને બાજુ પર મૂકીને જે અન્ય દેશો તરફ ઝૂકાવ જોવા મળી રહ્યો છે તેમાં દક્ષિણ કોરિયા (કે-પોપ પણ કારણ હોઈ શકે એવું માનવામાં આવે છે), લિથુએનિયા, ચિલી, એસ્ટોનિયા, તુર્કી, માલ્ટા, તાઈવાન જેવા દેશો પ્રમુખ છે. જેનાથી એવા સંકેત મળે છે કે હવે ભારતીય વિદ્યાર્થીઓ અલગ દેશો તરફ વળી રહ્યા છે. 


કયા કારણો જવાબદાર?
અમેરિકા, યુકે, કેનેડા જેવા દેશોને ઉચ્ચ શિક્ષણ માટે પ્રાધાન્ય આપનારા ભારતીય વિદ્યાર્થીઓમાં કેમ હવે ત્યાંનો ક્રેઝ ઘટતો હોય તેવા સંકેત મળી રહ્યા છે. તો તેના માટે કેટલાક કારણો જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. જેમ કે નવા દેશોની પસંદગી પાછળ જે કારણો હોઈ શકે તેમાં બ્રેક્ઝિટ પછી યુકેમાં જે રીતે અર્થવ્યવસ્થા નબળી પડી છે અને સ્થાનિકોની સ્થળાંતર કરીને આવેલા વિદેશીઓ તરફની વર્તણૂંક જોવા મળી રહી છે તે પણ માનવામાં આવી રહ્યું છે. 


બીજી બાજુ કેનેડા જેવા દેશમાં રહેવા માટેની સમસ્યા ઊભી થઈ રહી છે. આ ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ મર્યાદા મૂકી દેવાઈ છે. વધુમાં હાલ ભારત અને કેનેડા વચ્ચે જે પ્રકારના તણાવપૂર્ણ સંબંધ છે તે પણ ચિંતાનું કારણ બન્યા છે. બીજી બાજુ અમેરિકાની વાત કરીએ તો શક્તિશાળી અમેરિકા આજે પણ વિદેશમાં  ભણવાની ઈચ્છા ધરાવતા લોકો માટે પહેલી પસંદ છે પરંતુ ત્યાં અભ્યાસ ખર્ચાળ છે એટલે દરેકને પોસાય તેવું બનતું નથી. આ ઉપરાંત રોજગારીનો પણ પ્રશ્ન છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube