નવી દિલ્હીઃ કેનેડામાં ભારતીય સહિત અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓે આર્થિક મુશ્કેલી સહન કરવી પડી શકે છે. કેનેડા સરકારે અભ્યાસની સાથે-સાથે કમાણી પર કાતર ફેરવી છે. એટલે કે કેમ્પસ બાદ કામ કરવાની કલાકોમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. કેનેડાના નવા નિયમો અનુસાર હવે સપ્ટેમ્બર મહિનાથી પ્રતિ સપ્તાહ 24 કલાક જ પરિસરની બહાર રહી કામ કરી શકશે. મંગળવારે આ સંબંધમાં નવો નિયમ પ્રભાવમાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેનેડાના ઈમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા મંત્રી માર્ક મિલરે સોમવારે જાહેર અખબારી યાદીમાં કહ્યું- વિદ્યાર્થીઓને પ્રતિ સપ્તાહ પરિસરથી બહાર 20 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી આપનાર અસ્થાયી નીતિ 30 એપ્રિલ 2024ના સમાપ્ત થઈ જશે. તેમણે કહ્યું- અમે વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિ સપ્તાહ પરિસરથી બહાર કામ કરવાની કલાકોની સંખ્યા બદલીને 24 કલાક કરવા ઈચ્છીએ છીએ.


પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોની લિબરલ પાર્ટીની સરકારે દેશમાં કારીગરોની કમીને પૂરી કરવા માટે કોવિડ-19 મહામારી દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કામ કરવાની 20 કલાકની મર્યાદા અસ્થાયી રૂપથી માફ કરી દીધી હતી. આ કારણે વિદ્યાર્થીઓ પ્રતિ સપ્તાહે 20 કલાકથી વધુ આશરે 40 કલાક સુધી એટલે કે ફુલ ટાઈમ કામ કરી રહ્યાં હતા અને તેનાથી વધારાની કમાણી કરી રહ્યાં હતા. સીટીવી ન્યૂઝના સમાચાર અનુસાર આ છૂટ મંગળવારે સમાપ્ત થઈ રહી છે.


આ પણ વાંચોઃ ઇઝરાયલના PM નેતન્યાહૂ પર ધરપકડની લટકતી તલવાર, ICC જાહેર કરી શકે છે અરેસ્ટ વોરન્ટ


કેનેડા ભારતીય વિદ્યાર્થીઓની દ્રષ્ટિએ સૌથી પસંદગીનું સ્થળ છે. કેનેડા આંતરરાષ્ટ્રીય શિક્ષણ બ્યૂરોના 2022ના એક રિપોર્ટ અનુસાર કેનેડામાં તે વર્ષે 3,19,130 ભારતીય વિદ્યાર્થીઓ ગતા. કેનેડામાં કોલેજો અને વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કરનાર આંતરષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીય બહુમતીમાં હતા.


કેનેડિયન અલાયન્સ ઓફ સ્ટૂડન્ટ એસોસિએશન (CASA) ના એડવોકેસી ડાયરેક્ટર માટેઉઝ અલમાસીએ કહ્યું- આ જાહેરાત બાદ 200,000થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દર વર્ષે પોતાના ખિસ્સામાંથી ઓછામાં ઓછા 5000 ડોલર એટલે કે 4.17 લાખ રૂપિયાનું નુકસાન થશે.