જકાર્તાઃ વિશ્વની સૌથી મોટી ગરોળી કે જેને 'કોમોડો ડ્રેગોન' તરીકે ઓળખવામાં આવે છે તેને જોવા માટેનું એકમાત્ર સ્થળ ઈન્ડોનેશિયાનું કોમોડો આઈલેન્ડ જાન્યુઆરી, 2020થી પ્રવાસીઓ માટે બંધ થવાનો હતો, પરંતુ હવે ઈન્ડોનેશિયા સરકારે પોતાના નિર્ણયમાં ફેરફાર કર્યો છે. સરકારને કોમોડો આઈલેન્ડને આગામી વર્ષે પ્રવાસીઓ માટે ખુલ્લો રાખવાનો નિર્ણય લીધો છે, પરંતુ તેને જોવાની ફીમાં 1000 ગણો વધારો કરી દીધો છે. એટલે માત્ર શ્રીમંત લોકો જ હવે કોમોડો ટાપુ પર જઈ શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાયેલા આ આઈલેન્ડ પર કોમોડો ગરોળીને જોવા જવા માટેની ફી અગાઉ 10 ડોલર હતી, જેને વધારીને વહે 1000 ડોલર કરવામાં આવી છે. આ અંગેની જાહેરાત કરતા ઈન્ડોનેશિયાના મેરિટાઈમ મંત્રી લુહુત બિનસાર પાંડજાયતને જણાવ્યું કે, "કોમોડો આઈલેન્ડ હવે પ્રવાસીઓ માટે બંધ કરાશે નહીં. જોકે, અહીં આવતા પ્રવાસીઓ માટે કેટલાક નવા કડક નિયમો લાગુ કરાશે અને ટિકિટના દરમાં વધારો કરી દેવાયો છે"


ગાંધીજયંતીઃ 17મી સદીના જાપાનથી આવ્યા છે ગાંધીજીના ત્રણ વાંદરા, જાણીને થશે આશ્ચર્ય...


પ્રવાસીઓએ કોમોડા આઈલેન્ડ જોવા માટે પ્રિમિયમ મેમ્બરશીપ ખરીદવાની રહેશે, જેની રૂ. 1000 ડોલર રાખવામાં આવી છે અને જો કોમોડાની આજુબાજુના આઈલેન્ડ પર પ્રવાસીને જવું હોય તો તેણે નોન-પ્રિમિય મેમ્બરશિપ લેવાની રહેશે, જેની ફીનો દર હજુ ઈન્ડોનેશિયાની સરકારે નક્કી કર્યો નથી. 


માર્ચ, 2019માં 41 કોમોડો ગરોળીની સ્મગલિંગ રિંગ દ્વારા ચોરી કરાયાની ઘટના બહાર આવ્યા પછી ઈન્ડોનેશિયા સરકારે તેને જાન્યુઆરી, 2020થી બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ચોરી કરવામાં આવેલી આ ગરોળીને વિદેશમાં 500 મિલિયન રૂપૈયા (26,825 ડોલર)માં વિદેશોમાં વેચી દેવાઈ હતી. 


[[{"fid":"235468","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


કોમોડો ગરોળી અત્યંત ઝેરી હોય છે. જો તે કોઈ માનવીને કરડે તો કેટલાક કલાકમાં જ તેનું મૃત્યુ થઈ શકે છે. આ વિશાળકાળ ગરોળીઓ અત્યારે ધરતી પરથી વિલુપ્ત થવાની તૈયારીમાં છે. આ કારણે ઈન્ડોનેશિયાની સરકારે આ ટાપુ પર વસેલા ગામડાઓને પણ અહીંથી ખસેડીને બીજી જગ્યાએ વસાવવાની તૈયારી કરી છે. 


કોમોડો આઈલેન્ડ ઈન્ડોનેશિયાના 12 સૌથી મોટા સમુદ્રી પ્રવાસન કેન્દ્રોમાંનું એક છે. અહીં કોમોડો નેશનલ પાર્ક આવેલો છે. જેમાં ત્રણ મોટા ટાપુ કોમોડો, પડાર અને રિન્કા છે, આ ઉપરાંત 26 અન્ય નાના-નાના ટાપુઓ આવેલા છે. 1977માં કોમોડો નેશનલ પાર્કને યુનેસ્કો દ્વારા બાયોસ્ફિયર રિઝર્વ તરીકે જાહેર કર્યું હતું અને 1991માં તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાઈ હતી. ગયા વર્ષે કોમોડો આઈલેન્ડની મુલાકાતે 1,76,830 પ્રવાસીઓ આવ્યા હતા અને તેને 2.3 મિલિયન ડોલરની આવક થઈ હતી. 


નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોમોટો ટાપુ પર 1700 જેટલી વિશાળકાય ગરોળીઓ આવેલી હતી, પરંતુ શિકાર અને વધુ પડતા પ્રવાસનના કારણે તેમની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. તેમની જીવનશૈલીમાં માનવ હસ્તક્ષેપના કારણે આ પ્રજાતિ હવે વિલુપ્ત થવા તરફ આગળ વધી રહી છે. આ કારણે ઈન્ડોનેશિયા સરકારે અત્યારે તો એક વર્ષ માટે આ ટાપુને સંપૂર્ણ પણે પ્રવાસીઓ માટે બંધ કરીને આ ગરોળીઓના સંવર્ધન પર ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ણય લીધો છે. 


જુઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....