ગાંધીજયંતીઃ 17મી સદીના જાપાનથી આવ્યા છે ગાંધીજીના ત્રણ વાંદરા, જાણીને થશે આશ્ચર્ય...

17મી સદીમાં જાપાનના શહેર નિક્કોમાં પ્રથમ વખત આ ત્રણ વાંદરાની પ્રતિમાને પ્રખ્યાત તોશો-ગુ-મઠના એક દરવાજા પર લગાવાઈ હતી. તેમની કોતરણી હિંદારી જિંગોરોએ કરી હતી. આ મઠ શિન્ટો સંપ્રદાયનાછે. આ સંપ્રદાયમાં વાંદરાઓનું વિશેષ મહત્વ છે. 
 

ગાંધીજયંતીઃ 17મી સદીના જાપાનથી આવ્યા છે ગાંધીજીના ત્રણ વાંદરા, જાણીને થશે આશ્ચર્ય...

ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ ગાંધીજીના ત્રણ વાંદરા વિશ્વભરમાં પ્રખ્યાત છે. ગાંધીજીના આ ત્રણ વાંદરાની પ્રતિમા સાબરમતી આશ્રમમાં પણ મુકવામાં આવી છે. જોકે, કદાચ તમે એ જાણતા નહીં હોવ કે ગાંધીજીના આ ત્રણ વાંદરા 17મી સદીના જાપાનમાંથી આવ્યા છે. ગાંધીજીના ત્રણ વાંદરાની કહેવત પ્રખ્યાત છે કે, "બુરા મત દેખો, બુરા મત સુનો અને બુરા મત કહો."

કન્ફ્યુશિયસની આચારસંહિતા
આ વાંદરા પાછળની એક પ્રખ્યાત કથા છે. 17મી સદીમાં જાપાનના શહેર નિક્કોમાં પ્રથમ વખત આ ત્રણ વાંદરાની પ્રતિમાને પ્રખ્યાત તોશો-ગુ-મઠના એક દરવાજા પર લગાવાઈ હતી. તેમની કોતરણી હિંદારી જિંગોરોએ કરી હતી. આ મઠ શિન્ટો સંપ્રદાયનાછે. આ સંપ્રદાયમાં વાંદરાઓનું વિશેષ મહત્વ છે. 

જાપાનના ત્રણ વાંદરાનાં નામ નીચે મુજબ છે.
1. મિઝારૂઃ જેણે આંખો બંધ કરી છે અને ખરાબ જોતો નથી. 
2. કિકાઝારૂઃ જેણે કાન બંધ કરેલા છે અને ખરાબ જોતો નથી. 
3. ઈવાઝારૂઃ જેણે પોતાનું મોઢું બંધ કરેલું છે અને ખરાબ બોલતો નથી. 

તેમના અંગે કહેવાય છે કે, આ મહાન દાર્શનિક કન્ફ્યુશિયસની આચાર સંહિતાને રેખાંકિત કરે છે, જેના અંતર્ગત આ વાંદરાઓના માધ્યમથી મનુષ્ય માટે જીવનના સિદ્ધાંતોનું વર્ણન કરાયું છે. જાપાનના પૂર્વ ભાગમાં ટોકિયોની આજુ-બાજુ આ પ્રકારની અનેક પ્રતિમાઓ જોવા મળે છે. આ બોધપાઠ ગ્રહણ કરવાની સાથે જ ગાંધીજીની પાસે ત્રણ વાંદરાઓની એક નાનકડી પ્રતિમા પણ હતી. 

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news