પાકિસ્તાનમાં હાલ આંતરિક સુરક્ષાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ખતરાને ધ્યાને રાખીને પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને સંયુક્ત અરબ અમીરાત ગયેલા પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદને પરત બોલાવી લીધા. રશીદ યૂએઈ ભારત-પાકિસ્તાનની વચ્ચે થનારી ટી-20 વિશ્વ કપ ક્રિકેટ મેચ જોવા ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનમાં ચાલી રહ્યું છે પ્રદર્શન
પાકિસ્તાનમાં હાલ તહરીક-એ-લબ્બેતના સમર્થકોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. પોતાના પ્રમુખ હાફિજ સાદ રિજવીની ધરપકડને લઈ ટીએલપી સમર્થકો પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શનમાં લાહોરમાં 3 પોલીસકર્મીના મોત થઈ ચૂક્યા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. છતાં પણ ગૃહમંત્રી રજાઓ લઈને ક્રિકેટ જોવા માટે જતાં રહ્યા હતા.

INDvPAK: યુવાનોમાં ભારે ઉત્સાહ, મોટી સ્ક્રીન પર મેચ જોવા માટે બે વેક્સિન ફરજિયાત


પીએમની મંજૂરી લઈને ગયા હતા યૂએઈ-
પાકિસ્તાનમાં બગડતી સ્થિતિને જોઈને ગૃહમંત્રીને મેચ જોવા પહેલા જ પરત બોલાવી લેવાયા. જાણકારી મુજબ શનિવારે તેઓ પાછા આવી ગયા. રશિદ ક્રિકેટ મેચ જોવા માટે ઈમરાન ખાનની મંજૂરી લઈને જ યૂએઈ ગયા હતા. ટીએલપીનું પ્રદર્શન ઉગ્ર થવાની આશંકા છે. આ મામલે સરકારને લાહોરમાં પ્રદર્શનકારીઓએ પ્રતિનિધિઓ સાથે વાત કરી. પરંતુ તેનું કોઈ રિઝલ્ટ ન મળ્યું. આ પછી સરકારે સુરક્ષા વ્યવસ્થાને ટાઈટ કરાવાનો નિર્ણય લીધો. આ સ્થિતિને ધ્યાને રાખીને અર્ધસૈનિક બળોના લગભગ 500 જવાનો અને 1000 ફ્રંટિયર કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા. 


આ કારણે થઈ રહ્યું છે પ્રદર્શન-
જણાવી દઈએ કે, ટીએલપી સમર્થક પોતાના  મુખિયા સાદ હુસૈન રિજવીની રિહાઈની માગ કરી રહ્યા છે. રિજવીને પોલીસે 12 એપ્રિલે હિંસા ભડકાવાના આરોપમાં અટકાયત કરી. ત્યારથી તે પોલીસ સ્ટેશનમાં છે. આ સાથે જ સરકારે ટીએલપીને પણ બેન કરી દીધું. ટીએલપી સમર્થકો આ કાર્યવાહી વિરુદ્ધ રસ્તાઓ પ્રદર્શન કરી રહ્યા છે. ગત શુક્રવારે લાહોરથી ઈસ્લામાબાદ સુધી રેલી કાઢવામાં આવી હતી. આ દરમિયાન કટ્ટરપંથી સંગઠનના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે થયેલી ઝડપમાં 3 પોલીસકર્મીઓ સહિત પાંચ લોકોના મોત થયા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube