INDvPAK: યુવાનોમાં ભારે ઉત્સાહ, મોટી સ્ક્રીન પર મેચ જોવા માટે બે વેક્સિન ફરજિયાત

ભારત પાકિસ્તાનની ટી ટ્વેન્ટી મેચ નિહાળવા માટે રાજપથ ક્લબમાં ખાસ ડાયમંડ હોલમાં બીગ સ્કીન પર મેચ દર્શાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Updated By: Oct 24, 2021, 06:35 PM IST
INDvPAK: યુવાનોમાં ભારે ઉત્સાહ, મોટી સ્ક્રીન પર મેચ જોવા માટે બે વેક્સિન ફરજિયાત

ઝી બ્યૂરો, અમદાવાદ: T-20 વર્લ્ડકપ 2021ના સૌથી મોટા મેચ માટે ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર દુનિયાની નજર ભારત પાકિસ્તાન (INDvPAK) ની મેચ પર છે. ત્યારે ભારત-પાકિસ્તાન (INDvPAK) વચ્ચેના રન યુદ્ધને જોવા માટે ક્રિકેટપ્રેમિઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે દુબઈ (Dubai) માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સાંજે 7 વાગ્યાથી રનયુદ્ધ જામશે. જેને જોવા માટે ક્રિકેટપ્રેમીઓએ ખાસ તૈયારી કરી છે. 

ભારત પાકિસ્તાન (INDvPAK) ની મેચને લઈને અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં યુવાનો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારત પાકિસ્તાનની ટી ટ્વેન્ટી મેચ નિહાળવા માટે રાજપથ ક્લબમાં ખાસ ડાયમંડ હોલમાં બીગ સ્કીન પર મેચ દર્શાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્તમ 400 સભ્યોને મળશે મેચ જોવા માટે પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે. વેક્સીનના બંને ડોઝ લેનાર સભ્યને પ્રવેશ અપાશે. વહેલા તે પહેલાના ધોરણે સભ્યો ડાયમંડ હોલમાં ભારત પાકિસ્તાન ટી ટ્વેન્ટી મેચનો માણી આનંદ શકશે.  

તો બીજી તરફ વડોદરા (Vaodara) માં પણ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત પાકિસ્તાનની ટી20 મેચને લઈ યુવાનો ઉત્સાહિત છે. વર્ષો પછી ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ત્યારે એમ એસ યુનિ.માં એ.જી.એસ. યુ ગ્રુપના વિદ્યાર્થીઓનો કાર્યક્રમ યોજ્યો હતો. ભારતના ઝંડા હાથમાં રાખી અને ફુગ્ગા ઉડાડી ઉજવણી કરી હતી. કલર બોમ્બ ફોડીને વાતાવરણ રંગબેરંગી કર્યું હતું. યુવાનોએ ભારત માતાકી જયના લગાવ્યા નારા પણ લગાવ્યા હતા. 

TMKOC: 'તેનો હાથ મારા પેન્ટમાં હતો', બબીતાજીએ વ્યક્ત કરી પોતાના સાથે થયેલી ખૌફનાક ઘટનાની દાસ્તાં

ભરૂચ (Baruch) ના અંબિકા નગર વિસ્તારમાં અંબિકા મંદિરના પટાંગણમાં સાંજે રમાનારી ભારત પાકિસ્તાનની મેચ લાઈવ નિહાળવા માટે પ્રોજેકટર અને ખુરશીઓ ગોઠવવામાં આવી છે. સ્થાનિક યુવાનો પણ અહીં તૈયારીઓની સાથે સાથે ક્રિકેટ મેચ રમતા જોવા મળ્યા હતા. રાતે મ્યુઝિક સિસ્ટમ અને નાસ્તાની વ્યવસ્થાઓ પણ અહીં કરવામાં આવી છે. ત્યારે ભરૂચમાં આઈનોક્ષ અને અન્ય સ્થળો પર પણ લાઈવ મેચ  નિહાળવા માટે લોકો થનગની રહ્યા છે.

આજે ICC ટી-ટ્વેન્ટી વિશ્વકપની ભારત અને પાકિસ્તાનની ટીમ (T20 World Cup 2021) સામસામે ટકરાશે. દૂબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે મેચ શરૂ થશે. ન માત્ર ભારત-પાકિસ્તાનના ક્રિકેટ રસિકોની પરંતુ સમગ્ર વિશ્વની નજર આ મેચ પર રહેશે. વિશ્વકપ (INDvPAK) ના મુકાબલામાં ક્યારેય પાકિસ્તાન ભારતની ટીમ સામે જીત્યું નથી. ટી-20 વિશ્વકપમાં ભારતે પાકિસ્તાન (India Pakistan) ને 5 વખત હરાવ્યું છે. વિશ્વકપ પહેલાની બે પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમનું શાનદાર પર્ફોર્મન્સ રહ્યું છે. વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રોહિત શર્મા પર નજર રહેશે. 
No description available.

T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021)માં સૌથી હાઇ વોલ્ટેજ મેચ ભારત-પાકિસ્તાનની છે. 5 વર્ષ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં જંગ જામશે. આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે. ત્યારે ભારત-પાકિસ્તાન મેચ અંગે 'મેમે ચેટ'ની મજબૂત ઓફર ટ્વિટર પર વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે 'મૌકા મૌકા કેમ્પેઈન'ની જેમ MemeChat એપે પણ મેચ પહેલા એક ફની ટ્વિસ્ટ આપ્યો છે. આ જ કારણ છે કે આ પોસ્ટ જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે 'તહેવારની તૈયારી કરો.'

ભારત જીતે તો 10 લીટર પેટ્રોલની ઓફર:
ટ્વિટર પર મીમ ચેટ એપની ઓફર ખુબ જ વાયરલ થઈ રહી છે. જેમાં કહ્યું છે કે 'જેમ આપણે બધા જાણીએ છીએ કે 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવાની છે. અમે અમારા પૂર્ણ સમયના કર્મચારીઓ અને મીમ ચેટ એપનાં તમામ વપરાશકર્તાઓને જણાવવા માંગીએ છીએ કે જો ભારત આવતીકાલની મેચ જીતશે તો મીમના ચેટ વતી દરેક પૂર્ણકાલીન કર્મચારી અને એપનાં નસીબદાર વપરાશકર્તાઓને 10 લિટર પેટ્રોલ અથવા ડીઝલ આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube