ઇસ્લામાબાદ : પાકિસ્તાન મુસ્લિમ લીગ - નવાઝના નેતા અને નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝ શરીફ તેમજ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારી તેમજ આસિફ અલી ઝરદારીએ પાકિસ્તાનની ચૂંટણી પહેલાં અરબો રૂ.ની સંપત્તિની જાહેરાત કરી છે. જોકે આ ટોચના નેતાઓ પાકિસ્તાનના સૌથી પૈસાદાર ઉમેદવાર નથી પણ સૌથી પૈસાદાર ઉમેદરવાર છે એક અપક્ષ ઉમેદવાર. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પંજાબ પ્રાંત માટે ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવારે ચૂંટણી પહેલાં 403 અરબ પાકિસ્તાની રૂ.ની સંપત્તિની જાહેરાત કરી છે. પાકિસ્તાનના અખબાર ડોનમાં અપાયેલી માહિતી પ્રમાણે મુઝફ્ફરગઢમાં એનએ 182 અને પીપી-270માંથી ચૂંટણી લડી રહેલા મોહમ્મદ શેખે દાવો કર્યો છે કે તેની પાસે લંગ મલાના, તલીરી, ચક તલીરી અને લટકારન વિસ્તારની સાથેસાથે મુઝફ્ફરગઢની લગભગ 40 ટકા જમીનનો માલિકી હક છે. 


અખબારે માહિતી આપી છે કે ઉમેદવારના દાવા પ્રમાણે આ જમીન પહેલાં વિવાદીત હતી પણ સુપ્રીમ કોર્ટના પ્રધાન ન્યાયધીશ ફૈસલ અરબ અને ન્યાયમૂર્તિ ઉમર અટ્ટા બાંદિયાલની પીઢે આ મામલામાં હાલમાં તેના પક્ષમાં નિર્ણય આપ્યો છે. આ મુકદ્દમો લગભગ 88 વર્ષ સુધી ચાલ્યો હતો. મોહમ્મદ શેખે જણાવ્યું છે કે તેની પાસે હાલમાં જે જમીન છે એની કિંમત લગભગ 403.11 અરબ પાકિસ્તાની રૂ. છે. હાલમાં નામાંકન પત્રમાં દાખલ કરાયેલી વિગતો પ્રમાણે મોહમ્મદ શૈખ સૌથી પૈસાદાર ઉમેદવાર છે. આ સિવાય પીએમએલ-એનના આમિર મુકામ અને પીપીપીના અરબાબ આલમગીરે અરબોની સંપત્તિ ઘોષિત કરી છે. 


વિદેશના સમાચાર જાણવા કરો ક્લિક...