આ છે વિશ્વની સૌથી રહસ્યમય હોટલ! જેમાં આજ સુધી કોઈ રોકાઈ શક્યું નથી! જાણો શું છે ભયાનક હકીકત?
Ryugyong Hotel: આ હોટલને બનાવવામાં લગભગ 55 અરબ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેને દુનિયાની સૌથી ઉંચી હોટલ બનાવવાનો લક્ષ્ય હતો, પરંતુ આ પોતાની ઓળખ કંઈક અલગ જ બનાવીને રહી ગઈ..
North korea Ryugyong Hotel: ઉત્તર કોરિયા પોતાના અજીબોગરીબ કાયદા અને મિસાઈલ પરીક્ષણો માટે દુનિયાભરમાં ચર્ચામાં રહે છે. તેના સિવાય અહીં એવા પણ રહસ્ય છે જેણે સામાન્ય માણસોથી છૂપાવીને રાખવામાં આવે છે. તેમાંથી એક છે રહસ્યમયી ઈમારત પિરામિડ આકારની ગગનચૂંબી ઈમારત. જેમાં એક હોટલ બનેલી છે. આ હોટલ બહું મોટી છે, પરંતુ હેરાન કરનાર વાત એ છે કે આજ સુધી અહીં કોઈ રોકાયું નથી. આવો જાણીએ આ રહસ્યમયી હોટલ વિશે....
અમેરિકન મેગેઝિન એસ્ક્વાયરે શું કહ્યું?
આ રહસ્યમયી હોટલનું સાચું નામ રયુગયોંગ છે, પરંતુ તેણે યૂ-ક્યૂંગના નામથી પણ ઓળખવામાં આવે છે. આ હોટલ ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયોંગમાં સ્થિત છે અને તેની ઉંચાઈ 330 મીટર છે. તેમાં કુલ 105 રૂમ છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અહીં આજ સુધી કોઈ પણ વ્યક્તિ રોકાયો નથી. આ હોટલને શાપિત હોટલ અથવા તો ભુતહા હોટલ પણ કહેવામાં આવે છે. તેના સિવાય તેણે 105 બિલ્ડિંગના નામથી પણ ઓળખવામાં આવે છે. થોડાક સમય પહેલા અમેરિકી મેગ્ઝિન એસ્ક્વાયરે તેણે માનવ ઈતિહાસની સૌથી ખરાબ બિલ્ડિંગ ગણાવી હતી.
55 અરબનો ખર્ચ કર્યો હોવા છતાં પણ અધૂરી...
રયુગયોંગ હોટલ જેણે ભુતહા હોટલ પણ કહેવામાં આવે છે, જેણે બનાવવામાં લગભગ 55 અરબ ખર્ચ થયા હતા, જે તે સમયે ઉત્તર કોરિયાની જીડીપીના બે ટકા હતી. આ હોટલ દુનિયાની સૌથી ઉંચી હોટલ બનાવવાની હતી, પરંતુ આ આજ સુધી ક્યારેય થયું નહીં અને પોતાની વીરાન સ્થિતિના કારણે તેણે ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાઈ ગયું. જો આ હોટલ સમય પર પુરી થઈ જાત તો આ દુનિયાની સાતમી સૌથી ઉંચી ઈમારત અને સૌથી ઉંચી હોટલ હોત.
વર્ષ 1987માં આ હોટલનું નિર્માણ શરૂ થયું હતું
વર્ષ 1987માં આ હોટલનું નિર્માણ શરૂ થયું હતું, અને આશા હતી કે આ બે વર્ષમાં બનીને તૈયાર થઈ જશે. જોકે, નિર્માણ દરમિયાન ઘણી સમસ્યાઓ સામે આવી, જેમાં કંસ્ટ્રક્શન મેટેરિયલની કમી અને નિર્માણ સાથે જોડાયેલી ટેકનિકલ મુશ્કેલીઓનો સમાવેશ થતો હતો. આ કારણોથી નિર્માણ કાર્ય ઘણીવાર રોકાઈ ગયું. પછી વર્ષ 1992માં ઉત્તર કોરિયાની ખરાબ આર્થિક સ્થિતિના કારણે નિર્મણ સંપૂર્ણ રીતે રોકાઈ ગયું. જોકે, વર્ષ 2008માં નિર્માણ કાર્ય ફરીથી શરૂ કરવામાં આવ્યું. આ વિશાળ ઈમારતને વ્યવસ્થિત કરવામાં લગભગ 11 અરબ રૂપિયા ખર્ચ થયો. ત્યારબાદ ઈમારતમાં કાચની પેનલ લગાવવામાં આવી અને અન્ય નાના મોટા કામ પુરા કરવામાં આવ્યા, પરંતુ તેમ છતાં પણ આ હોટલ સંપૂર્ણ રીતે કાર્યાત્મક બની શકી નહોતી.
રયુગયોંગ હોટલ આજે પણ છે અધૂરી
વર્ષ 2012માં ઉત્તર કોરિયા સરકારે રયુગયોંગ હોટલનું નિર્માણ કાર્યને જલ્દી પુરું કરવાનો દાવો કર્યો હતો. જોકે, વારંવાર તારીખો બદલવા છતાં પણ આ હોટલ આજે સુધી અધુરી જ પડી છે. નિર્માણ કાર્યમાં સતત આવી રહેલી સમસ્યાઓના કારણે આ પરિયોજના અત્યાર સુધી પુરી થઈ શકી નથી. આ હોટલ પોતાની વિશાળતા અને પિરામિડ આકારની હોવા છતાં એક રહસ્યમયી અને અધૂરી ઈમારતના રૂપમાં દુનિયાની સામે અધૂરી છે.