એક ઈન્સ્ટાગ્રામ મોડલને એમ્સ્ટર્ડમના સેક્સ મ્યુઝિયમમાં લીધેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવી ભારે પડી ગઈ. હવે આ મોડલે પોતાના દેશ તુર્કીમાં કેસનો સામનો કરવો પડી રહ્યો છે. મોડલ પર તુર્કીના અશ્લીલતા કાયદા હેઠળ કેસ દાખલ થયો છે. 23 વર્ષની ઈન્સ્ટાગ્રામ મોડલે કહ્યું કે એક વર્ષ પહેલા એમ્સ્ટર્ડમના વિશ્વ પ્રસિદ્ધ સેક્સ મ્યુઝિયમમાં લીધેલી તસવીરો પોસ્ટ કર્યા બાદ તેણે તુર્કીમાં અશ્લીલતા કાયદા હેઠળ કેસનો સામનો કરવો પડી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મોડલનું નામ મર્વ તાસ્કિન (Merve Taskin) છે. મોડલનું કહેવું છે કે તે જાન્યુઆરી 2020માં તેના 22 માં જન્મદિવસના અવસરે કેટલાક મિત્રો સાથે સેક્સ મ્યુઝિયમ ગઈ હતી. મોડલે મ્યુઝિયમમાં ચિત્રો અને મૂર્તિઓ સામે કેટલીક તસવીરો લીધી અને ઈન્સ્ટાગ્રામ પર પોતાના 580,000 થી વધુ ફોલોઅર્સ માટે શેર કરી. 


China કુંવારા છોકરાઓનું Urine કેમ ભેગું કરે છે? ઢગલો મૂત્ર મેળવવા શાળાઓમાં ઠેર ઠેર મૂકાય છે ડોલ


Flight માં સેલેબ્રિટી અચાનક બિભત્સ હરકતો કરવા મંડી પડ્યાં! Photos Viral થતા સોશલ મીડિયામાં બુમ પડી ગઈ


તુર્કીની દંડ સહિતાની કલમ 226 હેઠળ દોષિત ગણાતી કોઈ પણ વ્યક્તિને 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે. મોડલે નેધરલેન્ડના પારુલ અખબારને જણાવ્યું કે હું એમ્સ્ટર્ડમમાં સેક્સ મ્યુઝિયમમાં શેર કરાયેલી એક તસવીર માટે જેલ જવા નથી માંગતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube