અમદાવાદ : વિશ્વની ખુબ જ પ્રખ્યાત બિલાડીનું મોત થઇ ચુક્યું છે. ગ્રમ્પી નામની આ બિલાડી એટલી પ્રખ્યાત હતી કે ટ્વીટર પર તેનાં 15 લાખથી વધારે ફોલોઅર્સ હતા. એરિજોનાના રહેવાસી માલિકને સોશિયલ મીડિયા પર બિલાડીના મોતની પૃષ્ટી કરી છે. આ બિલાડી સાથે ઇન્ટરનેટ પર ઘણા મીમ બનાવવામાં આવ્યા, પુસ્તકો લખવામાં આવ્યા અને મુવી પણ બનાવવામાં આવી. બિલાડીની ઉંમર 7 વર્ષ હતી. પહેલીવાર 2012માં એક યુટ્યુબ વીડિયોનાં કારણે બિલાડી ફેમસ થઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલ બાદ AAPના ધારાસભ્યએ પણ હત્યાની આશંકા વ્યક્ત કરી

2012માં ગ્રમ્પીના વીડિયોને ડોઢ કરોડ કરતા વધારે લોકોએ જોયો હતો. બિલાડીના કારણે તેની માલિક તબાથા બુંદસેન અબજો રૂપિયાનાં માલિક થઇ ગયા હતા. બિલાડીનું અસલી નામ ટાર્ડર સોસ હતું, પરંતુ તે ગ્રમ્પી કેટ તરીકે પ્રખ્યાત હતી. બિલાડીની પાસે હાલની સંપત્તી આશરે 700 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. 


આ કેદી નંબર 3351, જેલની કોટડીમાં રહીને BJP માટે ઊભી કરે છે 'પારાવાર' મુશ્કેલીઓ 
લોકસભા ચૂંટણી 2019: મોદી-શાહને ક્લીન ચીટને મુદ્દે ચૂંટણી પંચમાં આંતરિક વિખવાદ બહાર આવ્યા
સોશિયલ મીડિયા પર ઘણા મોટા પ્રમાણમાં લોકોએ બિલ્લીને શ્રદ્ધાંજલી આપી છે. બિલાડીની મોટા ડોક્ટર્સ પાસે સારવાર ચાલી રહી હતી પરંતુ એક ઇન્ફેક્શનનાં કારણે 14 મેનાં રોજ તેનું મોત નિપજ્યું હતું. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ બિલાડીની સાથે તસ્વીરો શેર કરવામાં આવી અને ભાવુક સંદેશાઓ લખ્યા હતા. અનેક લોકોએ બિલાડીને સુપર ક્યુટ પણ ગણાવી હતી. ફેસબુક પર બિલાડીના 85 લાખ અને ઇંસ્ટાગ્રામ પર 25 લાખ ફેન્સ હતા.