વર્ક વિઝા એ લોકો માટે જરૂરી હોય છે જે મેજબાન દેશમાં રોજગાર મેળવવા માંગતા હોય કે પછી બિઝનેસ કરવા માંગતા હોય. પરંતુ આજે અમે તમને એવા દેશો વિશે જણાવીશું જ્યાં વર્ક વિઝા વગર પૈસા કમાઈ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે એવા અનેક દેશ છે જે પોતાના દેશમાં સ્ટુડન્ટ્સ વિઝા પર ભણવા માટે આવેલા વિદ્યાર્થીઓને કામ કરવાની પણ છૂટ આપે છે. આવા જ કેટલાક દેશો વિશે ખાસ જાણો. 


જર્મની
અહીં વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે એક સપ્તાહમાં 20 કલાક અને વર્ષમાં ફૂલ ટાઈમ 120 દિવસ અને પાર્ટ ટાઈમ 240 દિવસ કામ કરવાની છૂટ હોય છે. 


આયરલેન્ડ
આયરલેન્ડમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને સ્ટડી સાથે કમાણી કરવાની તક મળે છે. સ્ટુડન્ટ્સ વીકમાં 20 કલાક અને ફૂલ ટાઈમ કોર્સમાં નોમિનેટેડ સ્ટુડન્ટ્સને રજાઓ દરમિયાન ફૂલ ટાઈમ જોબ કરવાની છૂટ મળે છે. 


ઓસ્ટ્રેલિયા
સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા આવેલા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને વર્ક વિઝા વગર સપ્તાહમાં 20 કલાક જોબ કરવાની મંજૂરી છે. 


કેનેડા
આ દેશમાં પણ સેમિસ્ટર દરમિયાન 20 કલાક અને રજાઓ દરમિયાન ફૂલ ટાઈમ જોબ કરવાની તક આપવામાં આવે છે. 


યુનાઈટેડ કિંગડમ
યુકેમાં જો કોઈ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ અભ્યાસની સાથે સાથે કામ કરવા માંગતા હોય તો તેમણે વર્ક પરમિટ મેળવવાનું રહેશે અને ટિયર 4 સ્ટુડન્ટ વિઝા રાખી શકે છે. તેઓ વીકમાં 20 કલાક કે રજાઓ દરમિયાન ફૂલ ટાઈમ જોબ કરીને મોટી કમાણી કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube