Porn Star Kendra Lust: આઈપીએલ 2023ની એક રોમાંચક મેચમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ સતત 5 છગ્ગા ફટકારીને કોલકાતા નાઈટ રાઈડર્સને જીતાડનાર રિંકુ સિંહ સોશિયલ મીડિયા પર હાલ સૌથી વધુ ટ્રેન્ડ થનારા વ્યક્તિઓમાંથી એક બની ગયો છે. 25 વર્ષના આ બેટરને ક્રિકેટ પ્રેમીઓ, સાથી ક્રિકેટરો અને શાહરૂખ ખાન, સુહાના ખાન, આર્યન ખાન, સહિત અનેક હસ્તીઓની પ્રશંસા મળી રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રિંકુ સિંહની ઈનિંગે પોપ્યુલર પોર્ન સ્ટાર કેન્ડ્રા લસ્ટનું પણ ધ્યાન ખેંચ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોર્ન સ્ટારે રિંકુ સિંહ સાથે શેર કરી તસવીર
એડલ્ટ ફિલ્મ સ્ટાર કેન્ડ્રા લસ્ટે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર રિંકુ સિંહ સાથે પોતાની એક એડિટેડ તસવીર શેર કરી અને કેકેઆરના  બેટર રિંકુ સિંહને- ધ કિંગ કહ્યો. રિંકુ સિંહ પર કેન્ડ્રા લસ્ટનું ટ્વિટ તરત વાઈરલ થઈ ગયું અને એક ભારતીય યૂઝરે તેને આઈપીએલ જોવા માટે ભારત આવવાનું પણ કહી દીધુ. જેના પર એડલ્ટ ફિલ્મ સ્ટારે જવાબ આપ્યો કે મજેદાર હશે. ટ્વીટે અનેક  ટ્રોલર્સને પણ આકર્ષિત કર્યા જેનાથી ટ્વિટર પર મીમ-ફેસ્ટ શરૂ થઈ ગયો. 


Love Story: પતિ, પત્ની અને વો...રસપ્રદ પ્રેમ કહાની, બે વર્ષથી રિલેશનશીપમાં છે ત્રણેય


ખુલ્લામાં રહેવાનું, નથી છત કે દીવાલ..છતાં આ હોટલ માટે ખુબ પડાપડી, ખાસ જાણો ક્યાં છે


27 રાજ્યો અને 14 દેશનો જમાઈ! આ વ્યક્તિએ 32 વર્ષમાં કર્યા 100 લગ્ન, કોઈ ડિવોર્સ નહીં


આ અગાઉ શમી અંગે પણ કરી હતી વાત
રિંકુ સિંહ એકમાત્ર ભારતીય ક્રિકેટર નથી કે જેણે લોકપ્રિય પોર્ન સ્ટારનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું. કેન્ડ્રા લસ્ટે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પણ પ્રશંસા કરી હતી. તેણે જલદી તેને મળવાની આશા પણ વ્યક્તિ કરી હતી. કેન્ડ્રા લસ્ટે અનેક અવસરો પર ગુજરાત ટાઈટન્સના સ્ટાર વિશે પોસ્ટ શેર કરી છે પરંતુ આ વખતે ચર્ચામાં પ્રસિસ્પર્ધી ટીમનો બેટર હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube