ભારતને ચાબહાર રેલવે પ્રોજેક્ટમાંથી બહાર રાખવાના સમાચાર અફવાઃ ઈરાન
ઈરાનનું કહેવું છે કે કેટલીક તાકાતો બંન્ને દેશો વચ્ચે અંતર ઊભુ કરવા માટે આ રીતે ખબરો ફેલાવી રહ્યાં છે. પરંતુ તે શક્તિઓ પોતાના ઇરાદામાં સફળ થશે નહીં.
નવી દિલ્હીઃ ઈરાને ભારતને ચાબહાર રેલવે પ્રોજેક્ટમાંથી બહાર કરવાના સમાચારોને ખોટા ગણાવ્યા છે. ઈરાનનું કહેવું છે કે કેટલીક તાકાતો બંન્ને દેશો વચ્ચે અંતર ઊભુ કરવા માટે આ રીતે ખબરો ફેલાવી રહ્યાં છે. પરંતુ તે શક્તિઓ પોતાના ઇરાદામાં સફળ થશે નહીં.
ઈરાનના રોડ-રેલ મંત્રાલયે સોમવારે ત્યાં તૈનાત ભારતીય રાજદૂત ગદ્દામ ધર્મેન્દ્રને વાતચીત માટે બોલાવ્યા હતા. મંત્રાલયના ઉપ-મંત્રી સઈદ રસોલીએ ભારતીય રાજદૂતની સાથે બેઠક કરીને ચાબહાર પોર્ટ અને ચાબહાર જાહેદાન રેલવે પ્રોજેક્ટમાં સહયોગ વધારવા પર ચર્ચા કરી હતી. સઈદ રસોલીએ કહ્યુ કે, ચાબહાર-જાહેદાન રેલ પ્રોજેક્ટથી ભારતને બહાર કરવાના સમાચારોમાં કોઈ તથ્ય નથી. કેટલીક બહારની શક્તિઓ આ પ્રકારનો ખોટા રિપોર્ટો ફેલાવીને બંન્ને દેશો વચ્ચે ખાઈ ઊભી કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ તે પોતાના ઈરાદામાં સફળ થશે નહીં.
ખુશખબર! કોરોના વેક્સિનની એક નહીં ત્રણ રસી લગભગ તૈયાર, જાણો ક્યારે તમારી પાસે પહોંચશે
મહત્વનું છે કે પાછલા સપ્તાહે એવો રિપોર્ટ સામે આવ્યો હતો કે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે હસન રોહાનીના નેતૃત્વ વાળી ઈરાની સરકારે ભારતને ચાબહાર-જાહેદાન રેલવે પ્રોજેક્ટના નિર્માણથી અલગ કરી લીદું છે. રિપોર્ટ સામે આવ્યા બાદથી ભારતમાં ઘણા વર્ગે આ મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ ભારત કે ઈરાન દ્વારા આ મુદ્દા પર કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નહતું. હવે આ મુદ્દા પર બંન્ને દેશો વચ્ચેને ગેરસમજ દૂર કરવા માટે ઈરાને વાતચીતની પહેલ કરી છે. ભારતે ચાબહાર પોર્ટને જાદેહાન શહેર સુધી જોડવા માટે રેલવે લાઇન બનાવવા માટે ઈરાન સાથે સમજૂતી કરી છે. ભારત આ રેલ પ્રોજેક્ટ દ્વારા અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના દેશો સુધી પોતાની પહોંચ બનાવવા ઈચ્છે છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube