Iran Girl Protest Against Hijab : ઈરાનમાં હિજાબ વિરૂદ્ધ અવાજ દરેક વીતતા દિવસ સાથે બુલંદ થતો જાય છે. તાજેતરમાં જ એક મહિલાએ રસ્તા વચ્ચે કપડા ઉતારીને વિરોધ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પરના વીડિયો અનુસાર, ઈરાનની એક યુનિવર્સિટીમાં દેશના કડક ઈસ્લામિક ડ્રેસ કોડના વિરોધમાં એક મહિલાએ તેના કપડાં ઉતારી દીધા. આ કૃત્ય બાદ મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ઈસ્લામિક આઝાદ યુનિવર્સિટીની એક બ્રાન્ચનો એક સુરક્ષા ગાર્ડ મહિલાને કસ્ટડીમાં લઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીએ શા માટે કપડાં ઉતાર્યા?
કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો છે કે મહિલાએ પોતાનો વિરોધ નોંધાવવા માટે જાણી જોઈને તેના કપડા ઉતાર્યા હતા. એક્સ પરના એક યુઝરે વીડિયોની સાથે પોસ્ટ કર્યું, 'મોટાભાગની મહિલાઓ માટે જાહેરમાં અન્ડરવેર પહેરવું એ સૌથી ખરાબ બાબત છે. હિજાબને ફરજિયાત બનાવવાના અધિકારીઓના મૂર્ખ આગ્રહની આ પ્રતિક્રિયા છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે યુવતીને સુરક્ષા દળો દ્વારા હેરાન કરવામાં આવી હતી કારણ કે તેના માથા પર હિજાબ નહોતું, જેના વિરોધમાં યુવતીએ તેના કપડા ફાડી નાખ્યા હતા. આ પછી વિદ્યાર્થીએ તેના કપડાં ઉતારી દીધા.


યુનિવર્સિટીએ શું કહ્યું?
જો કે, યુનિવર્સિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે મહિલાએ માસિક ધર્મના ગંભીર દબાણને કારણે આ કૃત્ય કર્યું છે. યુનિવર્સિટીના પ્રવક્તા આમિર મહજોબે જણાવ્યું હતું કે, "પોલીસ સ્ટેશનમાં... જાણવા મળ્યું કે તેણી ગંભીર માનસિક દબાણ હેઠળ હતી અને માનસિક વિકારથી  પીડાતી હતી." મહિલાની હાલની સ્થિતિ સ્પષ્ટ નથી પરંતુ હમશહરી દૈનિક અનુસાર, સૂત્રોએ સંકેત આપ્યો છે કે વધુ તપાસ પછી તેને માનસિક હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરવામાં આવી શકે છે. જ્યારે અનેક આંતરરાષ્ટ્રીય મહિલા સંગઠનો અને સામાજિક સંગઠનોએ વિદ્યાર્થિનીને તાત્કાલિક અને બિનશરતી મુક્ત કરવાની માંગ કરી છે.


તમને જણાવી દઈએ કે 2022માં હિજાબના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કરાયેલી ઈરાની કુર્દિશ મહિલા મહસા અમીનીના મોત બાદ ઈરાનમાં લગભગ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. સમગ્ર ઈરાનમાં મહિલા વિરોધીઓએ તેમના માથાના સ્કાર્ફને હટાવીને અને કેટલાક કિસ્સાઓમાં, સરકારના આદેશોનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો. વિરોધ પ્રદર્શનને કારણે ક્રેકડાઉન થયું જેમાં 551 વિરોધીઓ માર્યા ગયા અને હજારોની ધરપકડ કરવામાં આવી.