ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી, નાગરિકોને સેલ્ટરમાં મોકલાયા
Israel-Iran Tension Row: ઈરાને ઈઝરાયેલ તરફ મિસાઈલો છોડ્યા બાદ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોને સુરક્ષા માટે બોમ્બ શેલ્ટર્સમાં ખસેડવામાં આવ્યા હતા.
Israel-Iran Tension Row: ઈરાન તરફથી ઇઝરાયલ તરફ મંગળવાર (1 ઓક્ટોબર) રાત્રે 400થી વધુ મિસાઇલ છોડવામાં આવી છે. ઇઝરાયલી ડિફેન્સ ફોર્સે પુષ્ટી કરી છે કે ઈરાને ઇઝરાયલ તરફ 1400 બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલ્સ લોન્ચ કરી છે. સોશિયલમીડિયા પર પ્લેટફોર્મ એક્સ પર આઈડીએફ તરફથી દાવો કરવામાં આવ્યો કે લગભગ 10 લાખ નાગરિક ઈરાની પ્રોજેક્ટાઇલના નિશાના પર છે.
ઇઝરાયલી સેના પ્રમાણે બધા લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દેવામાં આવ્યા છે. સેનાએ જણાવ્યું કે લાખો લોકોને બોમ્બ શેલ્ટરોમાં મોકલી દેવામાં આવ્યા છે અને તેની કોઈપણ કિંમત પર સુરક્ષા કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર હુમલાની કેટલીક તસવીરો સામે આવી રહી છે, જેમાં તે જોવામાં આવ્યું છે કે ઇઝરાયલી મિસાલિથી તેને ઈન્ટરસેપ્ટ કરવામાં આવી રહ્યાં છે અને ઇરાની એટેકને હવામાં બેઅસર કરવામાં આવી રહી છે.
ઈરાન મિસાઈલ લોન્ચ કરે તે પહેલા ઈઝરાયેલના શહેર તેલ અવીવમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગ દરમિયાન ઓછામાં ઓછા 10 ઈઝરાયેલી નાગરિક ઘાયલ થયાના અહેવાલ છે, જેમાંથી ચાર ગંભીર રીતે ઘાયલ થયા છે. સૂત્રોને ટાંકીને પ્રારંભિક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે બે લોકોએ એમ-16 અને એક-47 વડે સામાન્ય લોકો પર હુમલો કર્યો. સૌથી રસપ્રદ વાત એ છે કે ઈરાન તરફથી ઈઝરાયેલ તરફ મિસાઈલ છોડવામાં આવી હતી, જ્યારે અમેરિકાએ મંગળવારે સાંજે આ અંગે ચેતવણી આપી હતી. અમેરિકન અધિકારીઓએ ન્યૂઝ એજન્સી 'એપી'ને કહ્યું હતું કે ઈરાન ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલ હુમલાની તૈયારી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં તેણે તેહરાનને ગંભીર પરિણામોનો સામનો કરવાની ચેતવણી આપી છે.
વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ 'AFP'ને જણાવ્યું કે અમેરિકાને એવા સંકેત મળ્યા છે કે ઈરાન ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલ હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકન અધિકારીએ કહ્યું કે અમે ઈઝરાયેલને આ હુમલાથી બચાવવા માટે સંરક્ષણાત્મક તૈયારીઓને સમર્થન આપી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા પણ અમેરિકા અને તેના અન્ય પશ્ચિમી સહયોગીઓએ ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલામાં ઈઝરાયલની મદદ કરી હતી.
હિઝબુલ્લાએ મોટો દાવો કર્યો છે
હિઝબુલ્લાએ કહ્યું કે તેણે લેબનોનમાં નાગરિકો પર ઇઝરાયેલના હુમલાનો બદલો લેવા તેલ અવીવને નિશાન બનાવ્યું. હિઝબુલ્લાએ કહ્યું છે કે તેણે આ ઓપરેશન તેના ચીફ હસન નસરાલ્લાહને સમર્પિત કર્યું છે.
ઈઝરાયેલમાં હવાઈ અને રેલ વ્યવહાર બંધ
ઇઝરાયેલના બેન ગુરિયન ઇન્ટરનેશનલ એરપોર્ટે જાહેરાત કરી હતી કે એરપોર્ટ પર તમામ લેન્ડિંગ અને ટેકઓફ અટકાવી દેવામાં આવ્યા છે. આ સિવાય ઈઝરાયેલમાં તમામ ટ્રેનોને રોકી દેવામાં આવી છે. જે વિમાનો લેન્ડિંગ માટે હવામાં હતા તેમણે યુ-ટર્ન લીધો હતો. જોર્ડન અને ઈરાકે પણ પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે જાહેરાત કરી હતી કે આ હુમલો નસરાલ્લાહની હત્યાના જવાબમાં કરવામાં આવ્યો હતો અને જો ઈઝરાયેલ બદલો લેશે તો તેને મોટો ફટકો આપવામાં આવશે.