ઇરાનનો મુંહતોડ જવાબ: અમેરિકન સેનાને આતંકવાદી સેના જાહેર કરી દીધી !
ઇરાનના સાંસદોએ ગત્ત અઠવાડીયે એક વિધેયકને મંજુરી આપી હતી, જેમાં મધ્ય-પૂર્વમાં અમેરિકી સૈન્યને આતંકવાદી સેના ગણાવી હતી
તેહરાન : ઇરાનનાં મીડિયામાં જણાવાયું કે સંસદે એક વિધેયકને મંજુરી આપી છે જેમાં અમેરિકાની સમગ્ર ફોજને આતંકવાદી ગણાવાયા છે. ઇરાનનાં સાંસદોએ ગત્ત અઠવાડીયે એક વિધેયકને મંજુરી આપી હતી જેમાં મધ્ય-પૂર્વમાં અમેરિકી આર્મીને આતંકવાદી ગણાવાયા હતા. ત્યાર બાદ આ વિધેયક રજુ કરવામાં આવ્યું છે. આ અગાઉ અમેરિકાએ ઇરાનનાં રિવોલ્યુશનરી ગાર્ડને આતંકવાદી ગણાવાયા હતા. અર્ધ સરકારી એટલો સંવાદ સમિતીએ સમાચાર આપ્યા કે મંગળવારે સત્રમાં 215 સાંસદોમાંથી 173એ મતદાન કર્યું.
વિજળીની ગતિથી થઇ અઢી લાખની લૂંટ, યુવકને રસ્તા પર ઘસડ્યો
વિધેયકમાં તેમ પણ માંગ કરવામાં આવી છે કે ઇરાનની સરકાર તે અન્ય સરકારોની વિરુદ્ધ પણ અનિર્દિષ્ટ કાર્યવાહી કરે જે ઔપચારિક રીતે અમેરિકાનાં તે પદનામનું સમર્થન કરે છે, જે તેણે ઇરાનની સેના માટે આપ્યું છે. સાઉદી અરબ, બહરીન અને ઇઝરાયેલએ ટ્રમ્પ તંત્રનાં પદનામનું સમર્થન કર્યું છે.
કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતી ચુકેલા ખેલાડી પર FIR, કરી રહ્યો હતો કોંગ્રેસનો પ્રચાર!
લોકસભા Live: પ.બંગાળમાં બોમ્બ ફેંકાયા, ઘર્ષણમાં મતદાતાનું મોત, પોલિંગ એજન્ટનું શબ મળ્યું
રિવોલ્યુશનરી ગાર્ડમાં આશરે સવાલાખ સૈનિક છે
ઇરાનમાં રિવોલ્યુશનરી ગાર્ડ કોરની સ્થાપના 1979ની ઇસ્લામિક ક્રાંતિ બાદ થઇ હતી. હાલ રિવોલ્યુશનરી ગાર્ડમાં આશરે સવા લાખ સૈનિક છે. શરૂઆતમાં આ સૈન્ય એખમ ઇરાનમાં માત્ર આંતરિક દળ તરીકે જ કામ કરતા હતા. જો કે 1980માં જ્યારે ઇરાનનાં સરમુખત્યાર હુમલો કર્યો તો આ રિવોલ્યુશનરી ગાર્ડને શક્તિ વધારી દેવામાં આવી. ત્યારે ઇરાનનાં સર્વોચ્ચ નેતા આયોતુલ્લાહ ખોમેનીએ આ સૈન્ય દળને પોતાની જમીન પર નૌસેના અને વાયુસેનાઓ આપી.
લોકસભા ચૂંટણી: સાંજે 5 વાગ્યા સરેરાશ 61 ટકા મતદાન, બંગાળમાં ચૂંટણી હિંસક
રિવોલ્યુશનરી ગાર્ડની નજર હેઠળ ઇરાન બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ ચાલે છે
રિવોલ્યુશનરી ગાર્ડની નજર હેઠળ ઇરાનની બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ ચાલે છે. ગત્ત દિવસોમાં અમેરિકાની તમામ ચેતવણી છતા પણ તેને અનેક મિસાઇલ પરિક્ષણ કર્યા હતા. ઇરાનના સંવિધાન અનુસાર રિવોલ્યુશનરી ગાર્ડની જવાબદારી માત્ર ઇરાનનાં સર્વોચ્ચ નેતા પ્રત્યે હોય છે.