ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ ખામનેઈ પણ હવે Twitter પર, હિન્દીમાં બનાવ્યું Twitter હેન્ડલ
ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતોલ્લાહ સૈય્યદ અલી ખામનેઈ (Ayatollah Sayyid Ali Khamenei)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોતાની હાજરી નોંધાવી દીધી છે જેમાં તેમણે હિન્દીમાં પણ પોતાનું ટ્વિટર હેન્ડલ બનાવ્યું છે. ખામનેઈના નવા હિન્દી ટ્વિટર એકાઉન્ટથી હાલ બે ટ્વિટ કરાઈ છે જે હિન્દીમાં છે. એટલું જ નહીં તેમનો પરિચય પણ હિન્દીમાં જ લખેલો છે.
તેહરાન: ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતોલ્લાહ સૈય્યદ અલી ખામનેઈ (Ayatollah Sayyid Ali Khamenei)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોતાની હાજરી નોંધાવી દીધી છે જેમાં તેમણે હિન્દીમાં પણ પોતાનું ટ્વિટર હેન્ડલ બનાવ્યું છે. ખામનેઈના નવા હિન્દી ટ્વિટર એકાઉન્ટથી હાલ બે ટ્વિટ કરાઈ છે જે હિન્દીમાં છે. એટલું જ નહીં તેમનો પરિચય પણ હિન્દીમાં જ લખેલો છે.
ખામનેઈએ અન્ય ભાષાઓ જેમ કે પર્સિયન, અરબી, ઉર્દૂ, ફ્રેન્ચ, સ્પેનિશ, રશિયા અને અંગ્રેજી ભાષામાં પણ અલગ અલગ ટ્વિટર હેન્ડલ બનાવ્યાં છે. ખામનેઈના ટ્વિટર હેન્ડલ પર ઓછા સમયમાં જ 2200થી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
-