બગદાદ : બેરોજગારી, ભ્રષ્ટાચાર મુદ્દે ઇરાકમાં ગત્ત અઠવાડીયાથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. શુક્રવારે ઇરાકની રાજધાની બગદાદમાં જ્યારે પ્રદર્શનકર્તાઓ હિંસક બન્યા તો ઇરાકી સુરક્ષા દળોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. શુક્રવાર સુધી હિંસક પ્રદર્શનમાં મરનારાઓની સંખ્યા વધીને 31 થઇ ચુકી  છે, જ્યારે 1500થી વધારે ઘાયલ થયા છે. અલ જજીરાના અનુસાર ઇરાકી ઇન્ડિપેન્ટેન્ટ હાઇ કમીશન ફોર હ્યુમન રાઇટ્સ ( IHCHR) ના એક સભ્ય અલી અલ બયાતીએ ગુરૂવારે રાત્રે પતારકારોને જણાવ્યું કે બગદાદ અને કેટલાક અન્ય પ્રાંતોમાં ત્રણ દિવસનાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં મરનારાઓની સંખ્યા બે સુરક્ષા કર્મચારીઓ સહિત વધીને 31 થઇ ચુકી છે, 1509 ઘાયલોમાં 401 સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના જ હેલિકોપ્ટરને તોડી પાડવું એક મોટી ચુક હતી: એરફોર્સ ચીફ ભદૌરિયા
બેરોજગારી, સરકારી ભ્રષ્ટાચાર અને માળખાગત સેવાઓના અભાવ મુદ્દે મંગળવાર અને બુધવારે રાજધાની બગદાદ અને ઇરાકના અનેક પ્રાંતોમાં પ્રદર્શન થયા. બગદાદમાં પ્રદર્શકો હિંસક થઇ ગયા કારણ કે પ્રદર્શનકર્તાઓએ પોલીસ પર હુમલા કરવાનું ચાલુ કરી દીધું હતું. વિરોધ પ્રદર્શન અને અન્ય ઇરાકી પ્રાંતોમાં પણ ફેલાઇ ગયું જ્યારે સેંકડો પ્રદર્શનકર્તાઓએ અનેક પ્રાંતીય સરકારી ભવનો અને મુખ્ય રાજનીતિક દળોનાં કાર્યાલયો પરર હુમલા કરીને આગ હવાલે કરી દીધો. ગુરૂવારે બગદાદમાં સવારે 5 વાગ્યાથી કર્ફ્યું લગાવાયાયા છતા નાના મોટા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.


બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ અંગે જયશંકરે કહ્યું સંપ્રભુતા સાથે કોઇ જ સોદો નહી
સુપ્રીમ કોર્ટનાં જજે કહ્યું, દિલ્હી તરફ જોઇએ તો દુખ પણ થાય છે અને ગુસ્સો પણ આવે છે
સંરક્ષણમંત્રી નજહ અલ શમ્મારીએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું કે, તેમણે રાજ્યની સંપ્રભુતાને જાળી રાખવા અને ઇરાકમાં સક્રિય તમામ વિદેશી દૂતાવાસો અને રાજદ્વારી મિશનોના સંરક્ષણ માટે ઇરાક સશસ્ત્ર દળો માટે એલર્ટની સ્થિતી વધારવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે થનારા જુમ્માની નમાજ પહેલા રાજધાનીમાં કેટલીક હદ સુધી શાંતિ રહી પરંતુ વાતાવરણ સંપુર્ણ રીતે તણાવપુર્ણ હતો.ઇરાકી વડાપ્રધાન આદિલ અબ્દુલ મેહદીએ કહ્યું કે સરકાર દ્વારા પ્રદર્શનકર્તાઓ પર કડક પગલા ઉઠાવાઇ રહ્યા છે, અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટની સુવિધા પણ રદ્દ કરી દેવામાં આવી છે.


મહાનંદા નદીમાં 50 લોકો ભરેલી બોટ પલટી, દુર્ઘટનાનો હચમચાવી નાખે તેવો VIDEO સામે આવ્યો 
શા માટે થઇ રહ્યું છે પ્રદર્શન ? 
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇરાકની અર્થવ્યવસ્થા આ વર્ષની શરૂઆતથી જ ગોટાળે ચડી છે, આ જ કારણ છે કે વિરોધી પાર્ટીઓ અનેક સંગઠન અને સામાન્ય લોકો સરકારની વિરુદ્ધ મોર્ચો ખોલી ચુક્યા છે. ઇરાકમાં ચોથો સૌથી મોટો દેશ છે જેની પાસે તેલનું રિઝર્વ છે. તેમ છતા પણ આ દેશની 40 મિલિયન વસ્તી ગરીબી રેખા નીચે છે, જેના કારણે રોજગારીનું સંકટ વધતું જઇ રહ્યું છે.