મહાનંદા નદીમાં 50 લોકો ભરેલી બોટ પલટી, દુર્ઘટનાનો હચમચાવી નાખે તેવો VIDEO સામે આવ્યો
મહાનંદા નંદી પાર કરી રહેલા લગભગ 50 લોકોથી ભરેલી બોટ ડૂબવાનો વીડિયો સામે આવ્યો છે. આ અકસ્માતમાં અત્યાર સુધી 3 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
Trending Photos
માલદા (પશ્ચિમ બંગાળ): મહાનંદા નંદી પાર કરી રહેલા લગભગ 50 લોકોથી ભરેલી બોટ ડૂબવાનો વીડિયો સામે આવ્યો છે. આ અકસ્માતમાં અત્યાર સુધી 3 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 30 લોકોને બચાવી લેવાયા છે. એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.
Video from Mahananda river near Bihar-Bengal border . As per reports, 60 people were on boats.
(Viral Vedio ) pic.twitter.com/wtgz8UgWFI
— snehanshu shekhar (@snehanshus) October 4, 2019
અકસ્માતનો ભોગ બનેલા લોકો ગુરુવારે મોડી રાતે નૌકા દોડ જોયા બાદ એક બોટથી પાછા ફરી રહ્યાં હતાં. એનડીઆરએફની 7 ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કાર્ય શરૂ કરી દીધુ છે. બોટમાં સવાર લોકો પશ્ચિમ બંગાળના માલદાથી બિહારના કટિહાર જઈ રહ્યાં હતાં. આ દરમિયાન બોટ પલટી જતા તેમાં સવાર બધા લોકો નદીમાં પડ્યાં.
માલદાના એસપી આલોક રાજોરિયાનું માનીએ તો મૃતકોની સંખ્યા 3 છે. જ્યારે લગભગ 30-40 લોકો ગુમ છે. આ બાજુ પ્રતર્યક્ષદર્શીઓના અલગ અલગ નિવેદનો મુજબ નાવમાં સવાર લોકોની સંખ્યા 30-40 તો કેટલાક 70 જણાવી રહ્યાં છે.
જુઓ LIVE TV
એસપીના કહેવા મુજબ નાવ પલટવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. કારણ કે જ્યારે નાવિક એક ખાસ દિશામાં બોટને વાળવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે તેણે નિયંત્રણ ગુમાવ્યું હતું. પોલીસે મામલો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. રેસ્સ્યુ વર્ક ચાલુ છે. બિહારના કટિહારના નલસર પંચાયતના વૃદ્ધ બેગાઈ મોહમ્મદનો મૃતદેહ મળી આવ્યો છે. અન્ય બે મૃતદેહો પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે