નવી દિલ્હી: નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લઈને અનેક પ્રકારના અહેવાલો આવી રહ્યાં છે. અમેરિકી રિપોર્ટ મુજબ નોર્થ કોરિયાના તાનાશાહની સર્જરી થઈ છે. પરંતુ કોરોના સંકટમાં એમ પણ કહેવાઈ રહ્યું છે કે કિમ જોંગ કોરોનાનો ભોગ બન્યા છે. આવામાં કિમનું કોરોના કનેક્શન સમજવું ખુબ સરળ છે. કારણ કે નોર્થ કોરિયા ચીનનું પાડોશી છે. નોર્થ કોરિયાની રાજધાની પ્યોંગયાંગ અને વુહાન વચ્ચે લગભગ 1500 કિમીનું અંતર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોર્થ કોરિયા વારંવાર એવો દાવો કરતું રહ્યું છે કે તેના ત્યાં કોરોનાનો કોઈ દર્દી નથી અને આ દાવો ત્યારે સાચો પણ લાગ્યો કે જ્યારે નોર્થ કોરિયામાં આલીશાન જશ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. નોર્થ કોરિયાની રાજધાની પ્યોંગયોંગમાં શાહી પ્રોગ્રામની તૈયારીઓ ચાલી રહી હતી. કિમના દાદા કિમ 2 સુંગની જયંતી, આ વર્ષે પણ શાહી અંદાજમાં મનાવવાની તૈયારીઓ હતી. ભવ્ય રીતે થનારો આ કાર્યક્રમ નેશનલ હોલિડે તરીકે ઓળખાય છે. 15 એપ્રિલના રોજ આ કાર્યક્રમ પૂરો થયો પરંતુ કાર્યક્રમમાંથી આ વર્ષે કિમ અને તેમનો પરિવાર ગાયબ હતાં. પહેલીવાર થયું તે કિમે પોતાના દાદાના જયંતી કાર્યક્રમમાં ભાગ લીધો નહીં. 


એક ઈન્ટરનેશનલ રિપોર્ટમાં દાવો કરાયો છે કે 16 એપ્રિલના રોજ નેશનલ હોલિડે પ્રોગ્રામની તસવીરો સામે આવી. નોર્થ કોરિયાના મોટા ઓફિસર પેલેસ ઓફ સનમાં કિમના દાદાને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યાં પરંતુ કિમની એક પણ તસવીર જોવા મળી નહીં. આ જ દિવસથી દુનિયાને વિશ્વાસ આવવા લાગ્યો કે કિમની તબિયત સારી નથી. તેમને કાં તો કોરોના થયો છે અથવા તો પછી કોઈ બીજી ગંભીર બીમારી છે.


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube