Israel Hezbollah War: હિજબુલ્લાહના આતંકીઓનો વીણી વીણીને ખાતમો કરશે, લેબનોનમાં ઘૂસી ગઈ ઈઝરાયેલની સેના
ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સે દક્ષિણ લેબનોનમાં હિજબુલ્લાહના ઠેકાણાઓ વિરુદ્ધ `લિમિટેડ` ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી દીધુ છે. આમ લેબનોની આતંકવાદી સમૂહ વિરુદ્ધ ઈઝરાયેલે હવે એક નવો મોરચો ખોલી દીધો છે.
ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. ઈઝરાયેલ હિજબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહના ખાતમા બાદ પણ બૈરુતમાં હુમલા કરી રહ્યું છે. આ બધા વચ્ચે ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સે દક્ષિણ લેબનોનમાં હિજબુલ્લાહના ઠેકાણાઓ વિરુદ્ધ 'લિમિટેડ' ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી દીધુ છે. આમ લેબનોની આતંકવાદી સમૂહ વિરુદ્ધ ઈઝરાયેલે હવે એક નવો મોરચો ખોલી દીધો છે.
આ ગ્રાઉન્ડ ઓપેરશન ઈઝરાયેલના સ્થાનિક સમય મુજબ રાતે લગભગ 10 વાગે શરૂ થયું. કેટલાક વીડિયોમાં ઈઝરાયેલની સરહદથી લેબનોની ફૌજ પાછી ફરતી જોવા મળે છે. એવું કહેવાય છે કે લેબનોનની સેનાને બોર્ડરથી ઓછામાં ઓછું 5 કિમી દૂર જવાનો આદેશ અપાયો હતો.
IDF એ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે થોડા કલાક પહેલા આઈડીએફએ દક્ષિણ લેબનોનમાં હિજબુલ્લાહના આતંકવાદી ઠેકાણાઓ વિરુદ્ધ સટીક ગુપ્ત બાતમીના આધારે મર્યાદિત અને ટાર્ગેટેડ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે. આ ટાર્ગેટ બોર્ડર નજીકના ગામડાઓમાં સ્થિત છે અને ઉત્તરી ઈઝરાયેલમાં ઈઝરાયેલી સમુદાયો માટે તત્કાળ જોખમ પેદા કરે છે.
આઈડીએએફએ કહ્યું કે ઈઝરાયેલી વાયુસેના અને આઈડીએફ આર્ટિલરી ક્ષેત્રમાં સૈન્ય ટાર્ગેટ્સ પર સટીક હુમલાઓ સાથે ગ્રાઉન્ડ ફોર્સને સપોર્ટ કરી રહી છે. આ ઓપરેશનને પોલિટિકલ ફિલ્ડના નિર્ણય મુજબ મંજૂરી આપવામાં આવી અને તેમને અંજામ આપવામાં આવ્યો. અમે જંગના લક્ષ્યોને મેળવવા માટે અમારું કામ ચાલુ રાખીશું. ઈઝરાયેલ પોતાના નાગરિકોની રક્ષા કરવા માટે અને ઉત્તરી ઈઝરાયેલના નાગરિકોને તેમના ઘરોમાં પાછા લાવવા માટે દરેક શક્ય પ્રયત્ન કરી રહ્યું છે.
આ ઓપરેશન પહેલા ઈઝરાયેલે અમેરિકાને જણાવ્યું હતું કે તે ઈઝરાયેલની સરહદ પાસે લેબનોનમાં હિજબુલ્લાહના ઠેકાણાઓને ટાર્ગેટ કરતા સીમિત ક્ષેત્રમાં ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવશે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે પત્રકારોને કહ્યું કે તેમણે (ઈઝરાયેલ) અમને જણાવ્યું કે તેઓ હાલમાં સરહદ પાસે હિજબુલ્લાહના ઠેકાણાઓને ટાર્ગેટ કરતા મર્યાદિત વિસ્તારમાં ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવી રહ્યું છે. મિલરે કહ્યું કે અમેરિકા ઈઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામનું સમર્થન કરવાનું ચાલુ રાખે છે પરંતુ તેમણે કહ્યું કે સૈન્ય દબાણ ક્યારેક ક્યારેક કૂટનીતિનું કારણ બની શકે છે. તેમણે ચેતવ્યા કે સૈન્ય દબાણ ખોટું અનુમાન અને અનપેક્ષિત પરિણામોને પણ જન્મ આપી શકે છે. નોંધનીય છે કે મિડલ ઈસ્ટમાં સતત બગડી રહેલા હાલાત જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું હતું કે મિડલ ઈસ્ટમાં પૂર્ણ યુદ્ધથી બચવું જોઈએ.