નવી દિલ્હી: કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron) નો દુનિયાના ઘણા દેશોમાં કહેર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. હકિકતમાં, ઈઝરાયેલના સ્વાસ્થ્ય મંત્રીએ દાવો કર્યો છે કે જે લોકોએ છેલ્લા 6 મહિનામાં Pfizer રસીનો બીજો ડોઝ લીધો છે અથવા રસીનો બૂસ્ટર ડોઝ લીધો છે, તે લોકોને ઓમિક્રોનનું જોખમ ઓછું છે. જો કે, સ્વાસ્થ્ય મંત્રીએ તેમના આ દાવાના સમર્થનમાં કોઈ ડેટા આપ્યો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેલ્ટા વેરિઅન્ટ 1.3 ગણો વધુ સંક્રામક છે ઓમિક્રોન
ઈઝરાયેલના સ્વાસ્થ્ય મંત્રી નિત્જન હોરોવિટ્ઝે જણાવ્યું હતું કે, પ્રારંભિક સંકેતો સૂચવે છે કે, ઓમિક્રોન વેરિઅન્ટ સામે થોડી આશા છે. મંત્રીના નિવેદનના કલાકો પછી એક ઇઝરાયેલી ન્યૂઝ ચેનલે દાવો કર્યો હતો કે, ફાઈઝરની રસી ઓમિક્રોન વેરિઅન્ટના સંક્રમણને રોકવામાં 90 ટકા અસરકારક છે. ચેનલે દાવો કર્યો હતો કે, ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટ કરતા માત્ર 1.3 ગણો વધુ સંક્રામક છે.


સાઉદી અરેબિયા પહોંચ્યો કોરોનાનો નવો વેરિઅન્ટ Omicron, નોંધાયો પહેલો કેસ


ઇઝરાયેલે બંધ કર્યા દેશમાં પ્રવેશવાના રસ્તા
આ સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ ઇઝરાયેલમાં સામે આવ્યા છે. ત્યારબાદ ત્યાં આ વેરિઅન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા વધી 4 થઈ છે. ઓમિક્રોન વેરિઅન્ટને રોકવા માટે ઇઝરાયેલે ગત રવિવારે દેશની સીમાઓથી અંદર પ્રવેશવાના રસ્તાઓ બંધ કરી દીધા હતા.


પંજાબ ચૂંટણી પહેલા શિરોમણી અકાલી દળને આંચકો, મનજિંદર સિંહ સિરસા ભાજપમાં જોડાયા


ફ્રાન્સમાં વણસી રહી છે સ્થિતિ
ઇઝરાયેલના મંત્રીના નિવેદન બાદ ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરાને કહ્યું કે, ફ્રાન્સમાં કોરોના મહામારીની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. તેમણે મંગળવારે નેશનલ એસેમ્બલીને જણાવ્યું હતું કે, દરરોજ સંક્રમણની સરેરાશ સંખ્યા 30,000 થી વદુ છે. તે રાષ્ટ્રીય ક્ષેત્રમાં વાયરસનો ફેલાવો દર્શાવે છે. સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ અનુસાર ફ્રાન્સમાં મંગળવારે છેલ્લા 24 કલાકમાં 47,177 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. જે દેશમાં કુલ કેસની સંખ્યા 76,75,504 પર પહોંચી ગઈ છે.


પેટ્રોલ-ડીઝલ આવશે GST ના દાયરામાં? જીએસટી કાઉન્સીલે મહત્વની જાણકારી


WHO દેશો પર પ્રતિબંધ લગાવવાનો કર્યો વિરોધ
ઓમિક્રોન વેરિઅન્ટના વધતા પ્રકોપને જોતા દુનિયાના ઘણા દેશોએ તે દેશો પર પ્રતિબંધ લગાવ્યો છે જ્યાં કોરોનાના નવા વેરિઅન્ટના કેસ સામે આવ્યા છે. જે બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ આ દેશો પર પ્રતિબંધનો વિરોધ કર્યો છે. WHO નું કહેવું છે કે, આ સંપૂર્ણપણે ખોટો અભિગમ છે. કારણ કે આવી સ્થિતિમાં ભવિષ્યમાં આ દેશો પોતાની સ્પષ્ટતા અને પારદર્શક માહિતી શરે કરવામાં અચકાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube