ઈઝરાયેલના રક્ષામંત્રીનો દાવો, `કોરોનાના ખાતમા માટે અમે બનાવી લીધી રસી`
ઈઝરાયેલના રક્ષામંત્રી નફતાલી બેન્નેટે સોમવારે મોટો દાવો કર્યો કે દેશના ડિફેન્સ બાયોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટે કોરોના વાયરસની રસી બનાવી લીધી છે. તેમણે કહ્યું કે ઈન્સ્ટિટ્યૂટે કોરોના વાયરસના એન્ટીબોડીને તૈયાર કરવામાં સફળતા મેળવી છે. રક્ષા મંત્રી બેન્નેટે જણાવ્યું કે કોરોના વાયરસની રસીના વિકાસના તબક્કા હવે પૂરા થઈ ગયા છે અને રિસર્ચર્સ તેની પેટન્ટ અને વ્યાપક સ્તરે ઉત્પાદન માટે તૈયારી કરી રહ્યાં છે.
જેરૂસેલમ: ઈઝરાયેલના રક્ષામંત્રી નફતાલી બેન્નેટે સોમવારે મોટો દાવો કર્યો કે દેશના ડિફેન્સ બાયોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટે કોરોના વાયરસની રસી બનાવી લીધી છે. તેમણે કહ્યું કે ઈન્સ્ટિટ્યૂટે કોરોના વાયરસના એન્ટીબોડીને તૈયાર કરવામાં સફળતા મેળવી છે. રક્ષા મંત્રી બેન્નેટે જણાવ્યું કે કોરોના વાયરસની રસીના વિકાસના તબક્કા હવે પૂરા થઈ ગયા છે અને રિસર્ચર્સ તેની પેટન્ટ અને વ્યાપક સ્તરે ઉત્પાદન માટે તૈયારી કરી રહ્યાં છે.
ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલય હેઠળ આવતી ખુબ જ ગોપનીય એવી ઈઝરાયેલ ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચની મુલાકાત બાદ બેન્નેટે આ જાહેરાત કરી. રક્ષા મંત્રીના જણાવ્યાં મુજબ આ એન્ટીબોડી મોનોક્લોનલ રીતે કોરોના વાયરસ પર હુમલો કરે છે અને બીમાર લોકોના શરીરની અંદર જ કોરોના વાયરસનો ખાતમો કરી નાખે છે.
નિવેદનમાં કહેવાયું છે કે કોરોના વાયરસની વેક્સીનના વિકાસના તબક્કા હવે પૂરા થઈ ગયા છે. ડિફેન્સ ઈન્સ્ટિટ્યૂટ હવે આ રસીની પેટન્ટની પ્રક્રિયામાં છે. તેના આગામી તબક્કામાં રસર્ચર્સ આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે વ્યાપક સ્તર પર ઉત્પાદન માટે સંપર્ક કરશે. બેન્નેટે કહ્યું કે આ શાનદાર સફળતા બદલ મને મારી ઈન્સ્ટિટ્યૂટ પર ગર્વ છે. રક્ષામંત્રીએ પોતાના નિવેદનમાં એ ન જણાવ્યું કે શું આ રસીની માણસો પર ટ્રાયલ કરાઈ છે કે નહીં.
કોરોનાથી દુનિયાભરમાં 2,54,407 લાકોના મૃત્યુ થયા
બેન્નેટે પોતાના નિવેદનમાં કહ્યું કે ઈઝરાયેલ હવે પોતાના નાગરિકોના સ્વાસ્થ્ય અને અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવાની પ્રક્રિયામાં સંતુલન બનાવવાની કોશિશ કરી રહ્યું છે. ઈઝરાયેલના રક્ષા મંત્રીનો આ દાવો જો સાચો હશે તો કોરોનાથી તબાહ થઈ રહેલી દુનિયા માટે આશાનું નવું કિરણ જોવા મળશે. કોરોના વાયરસથી અત્યાર સુધી દુનિયાભરમાં 2,52,407 લોકો માર્યા ગયા છે અને 36 લાખથી વધુ લોકો તેનાથી સંક્રમિત થયા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube