કોરોના વિરુદ્ધ જંગમાં ઇઝરાયલ પાસેથી ભારત લઈ રહ્યું છે મોટુ હથિયાર
ખાસ વાત તે છે કે ઇઝરાયલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ બાયોલોજિકલ રિસર્ચે ઇઝરાયલની ડિફેન્સ ફોર્સ સાથે મળીને તેનો ટેસ્ટ કર્યો છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) વિરુદ્ધ જંગમાં ભારત ઇજરાયલ પાસેથી એક મોટુ હથિયાર લઈ રહ્યું છે. કોરોના સંકટ કાળમાં ઇઝરાયલ ભારતને એક પ્રકારનું જંતુનાશક (Disinfectant) આપવા જઈ રહ્યું છે, જેથી દેશમાં જાહેર સ્થળો પર કોરોનાને ફેલાતો રોકવામાં મદદ મળશે.
ખાસ વાત તે છે કે ઇઝરાયલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ બાયોલોજિકલ રિસર્ચે ઇઝરાયલની ડિફેન્સ ફોર્સની સાથે મળીને તેનો ટેસ્ટ કર્યો છે. આ લિક્વિડ ખાસ કરીને કેમિકલ વુાયફેયર માટે બનાવવામાં આવે છે. પરંતુ જ્યારે આ લિક્વિડમાં ફેરફાર બાદ કોરોના સામે લડવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
કેમિકલ બનાવવામાં ઉપયોગ થનારી ટેકનિકને હવે કોરોના વિરુદ્ધ જંગમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે આ ખાસ લિક્વિડનો ઉપયો ભારત પણ કરશે.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કેમ કર્યો આ દેશના પ્રધાનમંત્રીનો ઉલ્લેખ?
કોરોના વાયરસને માત આપવા માટે આ લિક્વિડ કોઈપણ સર્ફેસ પર ફેલાવી દેવામાં આવે તો આ વાયરસ પોતામાં ચોંટાડી લે છે. તેવામાં જો સંક્રમિત વ્યક્તિ આ લિક્વિડને હાથ લગાવશે તો તેના હાથથી તે વાયરસ તે ફ્લોર પર રહી જશે. જેથી બીજી વ્યક્તિમાં સંક્રમણ ફેલાવાનો ખતરો ઓછો થશે. જાણકારી પ્રમાણે, તેની અસર ઘણા દિવસ સુધી રહે છે. તેનો ઉપયોગ ખાસ કરીને મેટ્રો, એરપોર્ટ, બસ સ્ટોપ અને ભીડ વાળા વિસ્તારમાં કરવામાં આવશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube