ઈઝરાયેલ હમાસ યુદ્ધને શરૂ થયે 17 દિવસ થઈ ચૂક્યા છે. ન તો ઈઝરાયેલ હમાસ પર પોતાની એરસ્ટ્રાઈક રોકવા માટે તૈયાર છે કે ન તો હમાસ ઈઝરાયેલના શહેરો પર  છૂપાઈ છૂપાઈને રોકેટ છોડવાનું બંધ કરી રહ્યું. આ બધા વચ્ચે એ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જે ઘટના બાદ જંગની શરૂઆત થઈ હતી. એટલે કે 7ઓક્ટોબરના રોજ દક્ષિણ ઈઝરાયેલના નોવા મ્યૂઝિક ફેસ્ટીવલમાં થયેલા આતંકી હુમલા સંલગ્ન એક વીડિયો સામે આવ્યો છે. જેને ખુદ ઈઝરાયેલે પોતાના ઓફિશિયલ એકાઉન્ટથી શેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે 7 ઓક્ટોબરના રોજ હમાસના આતંકીઓએ ઈઝરાયેલીઓ પર  બર્બરતા આચરી હતી. નિર્દયતાથી તેમના જીવ લીધા હતા. વીડિયોમાં એક પહોળો રસ્તો જોવા મળી રહ્યો છે. જેમાં કારોને એ રીતે ઊભી રખાઈ છે જાણે આખો રસ્તો બ્લોક થઈ ગયો. આ બ્લોક રસ્તા પર હમાસના આતંકીઓ એક ખુલ્લી જીપમાં બેસીને આવે છે અને તાબડતોડ ફાયરિંગ શરૂ કરી દે છે. આતંકીઓ ત્યાં ઊભેલી કારોની ઊપર ચડી જાય છે ને નિશાન લગાવીને લોકોને વીણી વીણીને મારે છે. ત્યારબાદ આતંકીઓ ત્યાં ઊભેલી  કારમાં આગ પણ  લગાવી દે છે. 


ફેસ્ટિવલમાં 260 ઈઝરાયેલીઓ માર્યા ગયા હતા
ઈઝરાયેલે આ વીડિયોની સાથે એક કેપ્શન પણ લખી છે. ઈઝરાયેલે લખ્યું છે કે આ વીડિયો હમાસના નોવા ફેસ્ટિવલ પરના હુમલાનો છે. જેમાં 260થી વધુ લોકોના મોત  થયા હતા. આતંકીઓએ રસ્તો બ્લોક કરી દીધો જેથી કરીને લોકો ત્યાંથી ભાગી ન શકે. ત્યારબાદ તેમણે લોકોને કારમાં જ ગોળીઓ મારી દીધી. કારોમાં આગ લગાડી. જે લોકો કારમાંથી ઉતરીને પગપાળા ભાગવાની કોશિશ કરવા લાગ્યા તેમને પણ ગોળી મારી દીધી. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube