હમાસે ગત શનિવારે વહેલી સવારે જ્યારે અચાનક ઈઝરાયેલ પર હુમલો કર્યો તો દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. હમાસે ઈઝરાયેલ પર આટલા મોટા પાયા પર હુમલો ક્યારેય  કર્યો નહતો. આવું પહેલીવાર બન્યું હતું કે જ્યારે હમાસના આતંકઓએ ઈઝરાયેલની સરહદમાં ઘૂસી અને ઈઝરાયેલના નાગરિકોનું અપહરણ કરી તેમને બંધક બનાવ્યા. અનેકની હત્યા કરી. હમાસના આ હુમલા અંગે હવે ન્યૂયોર્ક ટાઈમ્સમાં મધ્ય પૂર્વ મામલાઓના એક પત્રકાર થોમસ એલ ફ્રીડમેને કહ્યું કે હમાસના ઈઝરાયેલ પાછળના હુમલા પાછળનું કારણ એક ફોટો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે ફોટામાં હમાસના હુમલાની પાછળનું કારણ ગણાવવામાં આવી રહ્યું છે તે ફોટો સંચાર મંત્રી શ્લોમો કરહીની ટીમના એક સભ્યનો છે જે ત્યારે ખેંચવામાં આવ્યો જ્યારે તેઓ સાઉદી અરબમાં હતા. તસવીરમાં ઈઝરાયેલી પ્રતિનિધિના હાથમાં યહુદીઓનું પવિત્ર ધાર્મિક પુસ્તક તોરા છે. 


શું છે એ તસવીર જે ગણાઈ રહ્યું છે હુમલાનું કારણ?
આ તસવીર ઈઝરાયેલી સંચારમંત્રી શ્લોમો કરહીની ટીમે લીધી હતી જ્યારે તેઓ રિયાધમાં સંયુક્ત રાષ્ટ્ર ડાક સંમેલનમાં ભાગ લઈ રહ્યા હતા. તે દિવસોમાં યહુદીઓનું પર્વ સુકોટ પણ ચાલુ હતું જેને લઈને ટીમના લોકોએ હોટલના રૂમમાં પ્રાર્થનાનું આયોજન કર્યું હતું. ટીમના એક સભ્યએ પરંપરાગત યહુદી  પ્રાર્થના માટે ઓઢાતી શાલ લીધી હતી અને માથે Yarmulke (નાનકડી ટોપી જે માથાના મધ્ય  ભાગને કવર કરે છે) પહેરી હતી. ઈઝરાયેલી સભ્યએ હાથમાં તોરા પકડી હતી અને તેઓ બારી બાજુ ઊભા રહીને પ્રાર્થના કરતા હતા. 


ન્યૂયોર્ક ટાઈમ્સના પત્રકારનું કહેવું છે કે ઈસ્લામના જન્મસ્થાન ગણાતા દેશમાં યહુદી નેતાની આવી તસવીરથી હમાસને લાગ્યું કે સાઉદીએ ઈઝરાયેલને સ્વીકારી લીધુ છે. મધ્ય પૂર્વના દેશ ઈઝરાયેલને સ્વીકારી ન લે, એ ડરથી હમાસે ઈઝરાયેલ પર આટલા મોટા પાયે હુમલો કર્યો. 


ન્યૂયોર્ક ટાઈમ્સના પત્રકારે લખ્યું કે હુમલાની યોજના હમાસ નેતાઓએ મહિનાઓ પહેલા બનાવી હતી પરંતુ ઈઝરાયેલ પર હુમલો કરવાની પ્રેરણા 3 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલી મીડિયામાં છપાયેલી યહુદી પ્રાર્થનાવાળી તસવીરથી તેમને મળી હશે. તેમનું કહેવું છે કે ઈઝરાયેલી યહુદીઓ માટે આ તસવીર એક સપનું સાચું થવા જેવી હતી. આ તસવીર સામે આવ્યા બાદ તેમને લાગ્યું કે યહુદી આંદોલનની શરૂઆતના એક સદીથી પણ વધુ સમય બાદ મધ્ય પૂર્વમાં તેમને સ્વીકૃતિ મળી ગઈ છે. 


ઈસ્લામના જન્મસ્થળ અને મુસલમાનોના બે સૌથી પવિત્ર શહેરો મક્કા અને મદીનાના ઘર સાઉદી અરબમાં યહુદી ધાર્મિક પુસ્તક તોરાની સાથે ઈઝરાયેલી મંત્રીનું પ્રાર્થના કરવું ઈઝરાયેલીઓ માટે સ્વીકૃતિનું એક મોટું સ્તર છે. પરંતુ આ તસવીરે અનેક પેલેસ્ટાઈનવાસીઓના મનમાં ભારે ગુસ્સો ભરી દીધો ખાસ કરીને હમાસ અને પેલેસ્ટાઈની ઈસ્લામિક જેહાદ સહિત મુસ્લિમ બ્રધરહુડ આ તસવીરને જોઈને  ભડકી ગયા. તેમના માટે આ તસવીર ઈઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહુના સૌથી મોટા લક્ષ્યની પૂર્તિની અભિવ્યક્તિ હતી. તેમને લાગ્યું કે તસવીર દ્વારા ઈઝરાયેલ એ સાબિત કરવા માંગે છે કે તેઓ બધા અરબ દેશો, એટલે સુધી કે સાઉદી અરબ સાથે પણ શાંતિ સ્થાપિત કરી શકે છે અને તે પણ પેલેસ્ટાઈનવાસીઓને એક ઈંચ જમીન આપ્યા વગર. 


સાઉદી અબર-ઈઝરાયેલ વચ્ચે શાંતિ સમજૂતિ રોકવા માટે હુમલો?
અનેક વિશ્લેષકોની જેમ પત્રકાર ફ્રીડમેનનું પણ માનવું છે કે હમાસે ઈઝરાયેલ પર હુમલો એટલા માટે કર્યો કારણ કે તેઓ ઈઝરાયેલને સાઉદી અરબ સાથે પૂર્ણ રાજનયિક સંબંધો સ્થાપવા માટે કોઈ શાંતિ સમજૂતિથી રોકી શકે. અમેરિકા સાઉદી અરબ અને ઈઝરાયેલ વચ્ચે સમજૂતિ કરાવવાની કોશિશ કરી રહ્યું છે. બદલામાં અમેરિકા સાઉદીને સુરક્ષાની ગેરંટી આપી રહ્યું છે અને તેમના નાગરિકોને પરમાણુ કાર્યક્રમના વિકાસમાં પણ સહયોગ કરશે. પરંતુ વિશ્લેષકોનું કહેવું છે કે ઈઝરાયેલ હમાસની લડાઈથી સાઉદી અને ઈઝરાયેલ સામાન્યીકરણ સમજૂતિ વાર્તાને મોટો ઝટકો લાગ્યો છે અને હમાસ આ જ ઈચ્છતું હતું. 


હમાસ ઈઝરાયેલ જંગ છેડાતા પહેલા જ્યાં સાઉદી અરબ ઈઝરાયેલ સાથે સંબંધ સ્થાપિત કરવા માટે તત્પર જોવા મળી રહ્યું હતું ત્યાં તે હવે ઈઝરાયેલ સામે પેલેસ્ટાઈન સાથે મક્કમ જોવા મળી રહ્યું છે. મુસ્લિમ દુનિયાના મુખીયા ગણાતા સાઉદી અરબ પર દબાણ છે કે તેઓ પેલેસ્ટાઈનવાસીઓ વિરુદ્ધ જઈને ઈઝરાયેલ સાથે કોઈ પણ પ્રકારના સંબંધ સ્થાપિત ન કરે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પણ હવે કહ્યું છે કે ઈઝાયેલ સાથે સંબંધ સામાન્ય કરવા અંગે હવે કોઈ પણ પ્રકારની વાતચીત નહીં થાય. હાલની પરિસ્થિતિઓને જોતા એવું લાગી પણ નથી રહ્યું કે સાઉદી અરબ અને ઈઝરાયેલ શાંતિ સમજૂતિ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube