નવી દિલ્હી: ઈઝરાયેલી ટેક કંપનીના જાસૂસી સોફ્ટવેર પેગાસસ દ્વારા દેશમાં પત્રકારો અને વિશિષ્ટ લોકોની જાસૂસીના મીડિયા રિપોર્ટને ભારત સરકારે ફગાવ્યો છે. ભારત સરકાર બાદ હવે Pegasus બનાવનારા NSO ગ્રુપે પણ પોતાના સોફ્ટવેર દવારા લોકોની નિગરાણી સંબંધિત ફ્રાન્સના  Forbidden Stories રિપોર્ટને ફગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખોટી  ધારણાઓ પણ બન્યો રિપોર્ટ
ઝી ન્યૂઝને મોકલેલા પોતાના વિસ્તૃત જવાબમાં NSO ગ્રુપે કહ્યું કે  Forbidden Stories દ્વારા તૈયાર થયેલા રિપોર્ટના હવાલાથી ભારત સહિત દુનિયાના અનેક મીડિયા હાઉસે જે ખબર પ્રસારિત કરી છે તે ખોટી ધારણાઓ (Wrong Assumptions) પર અને અપુષ્ટ સિદ્ધાંતો  (Uncorroborated Theories) પર તૈયાર કરાયેલા છે. જે સૂત્રોની વિશ્વસનીયતા પર ઊંડો શક પેદા કરે છે. 


આ સાથે જ રિપોર્ટ જોઈને એવું લાગે છે કે જાણે અજાણ્યા સૂત્રો દ્વારા અપાયેલા જાણકારીનો કોઈ તથ્યાત્મક આધાર નથી અને રિપોર્ટ વાસ્તવિકતાથી કોસો દૂર જણાય છે. મેલમાં કંપનીના પ્રતિનિધિએ વધુમાં લખ્યું છે કે 'NSO ગ્રુપ રિપોર્ટમાં રહેલા દરેક દાવાને સંપૂર્ણ રીતે ફગાવે છે. કારણ કે તેનો ન તો કોઈ તથ્યાત્મક આધાર છે, અને ન તો તેની પ્રમાણિકતા માટે કોઈ પણ પ્રકારના દસ્તાવેજનો હવાલો અપાયો છે.'


માનહાનિનો કેસ કરી શકે છે કંપની
NSO ના પ્રવક્તાએ કહ્યું કે તેમની સંસ્થાન આ ખોટા રિપોર્ટને બહાર પાડનારા વિરુદ્ધ માનહાનિનો કેસ કરવાનું વિચારી રહ્યું છે. ગ્રુપે એ પણ સ્પષ્ટ કર્યું કે તે પોતાનું સોફ્ટવેર અપરાધ અને આતંકી ગતિવિધિઓને રોકવા માટે ફક્ત એ જ દેશોની સરકારી ગુપ્તચર  કંપનીઓને વેચે છે જેમનો એકમાત્ર ઉદ્દેશ્ય ફક્ત લોકોના જીવ બચાવવાનો હોય છે. 


Pegasus: ફોન હેકિંગના 'પેગાસસ પ્રોજેક્ટ' પર સરકારે આપ્યો આ જવાબ, જાણો શું કહ્યું?


કંપનીના રિપોર્ટ ફગાવવાનું કારણ
વાત જાણે એમ છે કે Forbidden Stories ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેમની પાસે રહેલા ડાટા NSO ના સર્વરથી લીક થયો છે. જ્યારે કંપનીના જણાવ્યાં મુજબ NSO ના સર્વર પર એવો કોઈ ડાટા હતો જ નહીં. Forbidden Stories ના રિપોર્ટને ફગાવવાનું એક મોટું કારણ એ પણ છે કે જે ન્યૂઝ સોર્સના આધાર પર Forbidden Stories નો રિપોર્ટ તૈયાર કરાયો છે તે બધો પહેલેથી જ ઈન્ટરનેટ પર હાજર છે. કંપનીએ પોતાના જવાબમાં તેને જ આધાર બનાવતા કહ્યું કે જાસૂસી રિપોર્ટ બનાવવા માટે મીડિયા હાઉસે તે ડાટાને ભ્રામક રીતે રજુ કર્યો. 


Parliament Monsoon Session: હંગામા વચ્ચે બોલ્યા પીએમ મોદી, વિપક્ષની માનસિકતા મહિલા વિરોધી


એ જ પ્રકારે રિપોરટ્માં જે HLR Lookup Services ની વાત કરાઈ છે કે તે ક્યારેય Pegasus કે NSO ગ્રુપની કોઈ પણ પ્રોડક્ટની સૂચિમાં હતી જ નહીં. જ્યારે HLR Lookup services ની સેવાઓ કોઈ પણ માટે, ક્યારે પણ અને ગમે ત્યારે ખુલ્લી રીતે ઉપલબ્ધ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે કેટલાક દેશોની સરકારો કે ખાનગી કંપનીઓ કરે છે. 


કયા દેશોને સેવા આપી તે જણાવવાનો કર્યો ઈન્કાર
NSO ગ્રુપે કયા દેશોને પોતાનું Pegasus spyware વેચ્યું છે અને શું તેમાં ભારત પણ સામેલ છે તે સવાલના જવાબમાં કંપનીના પ્રવક્તાએ કહ્યું કે દેશોની રાષ્ટ્રીય સુરક્ષા અને તેમની સાથે થયેલા કરારના કારણે આવી જાણકારી આપવામાં પૂરેપૂરી સાવધાની વર્તવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube