સાઉદી અરબના પ્રિન્સને મળવા માટે ગુપ્ત રીતે નિઓમ પહોંચ્યા ઇઝરાયલના પ્રધાનમંત્રી
ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ રવિવારે સાઉદી અરબના રાજકુમાર મોહમ્મદ બિન સુલ્તાન અને અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પિયોને મળવા માટે નિઓમ શહેર પહોંચ્યા હતા.
દુબઈઃ સંયુક્ત અરબ અમીરાત અને બહરીન બાદ ખાડી દેશોમાં સૌથી શક્તિશાળી દેશ સાઉદી અરબની સાથે ઇઝરાયલના સંબંધ સામાન્ય થવા તરફ ઝડપથી આગળ વધી રહ્યાં છે. પોતાના તરફથી એક મોટા ઘટનાક્રમમાં ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ રવિવારે સાઉદી અરબના રાજકુમાર મોહમ્મદ બિન સુલ્તાન અને અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પિયોને મળવા માટે નિઓમ શહેર પહોંચ્યા હતા. આ દરમિયાન ઇઝરાયલી ગુપ્તચર એજન્સી મોસાદના ચીફ યસ્સી કોહેન પણ હાજર હતા.
ચાર લોકો વચ્ચે આ અત્યંત ગોપનીય બેઠખ સાઉદી અરબના નિઓમ શહેરમાં યોજાઈ. અઝરાયલી પીએમના કાર્યાલયે આ બેઠક વિશે કોઈ ટિપ્પણી ન કરી પરંતુ તેમના વિમાનને સાઉદી અરબ જતું ટ્રેક કરવામાં આવ્યું છે. અમેરિકા સાઉદી અરબ અને ઇઝરાયલ વચ્ચે સંબંધો સામાન્ય બનાવવા પર સતત ભાર આપી રહ્યું છે અને આ બધાને લઈને પ્રથમવાર આટલી ઉચ્ચ સ્તર પર બેઠક થઈ છે.
ઓક્સફોર્ડ વેક્સિન 90%થી પાસ, 5 પોઈન્ટમાં સમજો આ ભારત માટે સારા સમાચાર કેમ છે
ઇઝરાયલના અખબાર હારિત્જ પ્રમાણે આ તે પ્લેન છે જેના દ્વારા ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ ઘણીવાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી ચુક્યા છે. અમેરિકી વિદેશ મંત્રી ઘણા સમયથી તે પ્રયાસમાં છે કે ખાડી દેશ ઇઝરાયલની સાથે સંબંધો સામાન્ય બનાવે જેથી ઈરાનના ખતરાનો સામનો કરી શકાય. સાઉદી અરબે અત્યાર સુધી ઇઝરાયલની સાથે સંબંધ સામાન્ય બનાવવાનું ખંડન કર્યું છે. સાઉદી અરબે કહ્યુ કે, ફિલીસ્ટીનના મુદ્દા પર પહેલા સમાધાન થવું જોઈએ.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube