નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના સંકટ વચ્ચે ભારતે મોટું મન રાખીને અમેરિકા સહિત અનેક દેશોને હાઈડ્રોક્લોરોક્વીન દવા સપ્લાય કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પગલાંએ ફરીથી એકવાર સાબિત કરી દીધુ છે કે સંકટ ભલે ગમે તેટલું મોટું કેમ ન હોય પરંતુ ભારત હંમેશા દરેકને પોતાની સાથે લઈને ચાલે છે અને માનવતાના રસ્તે આગળ વધે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાથી દુનિયાને બચાવશે ભારત!, માત્ર અમેરિકા જ નહીં પરંતુ આ દેશોને પણ આપશે 'સંજીવની બુટી


ભારતે ફક્ત અમેરિકા જ નહીં પરંતુ સ્પેન, ઓસ્ટ્રેલિયા અને ઈઝરાયેલ સહિત અનેક દેશોને હાઈડ્રોક્લોરોક્વીન સપ્લાય કરી છે. આ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તો હાલમાં જ પીએમ મોદીના ભરપેટ વખાણ કરી ચૂક્યા છે. હવે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ હાઈડ્રોક્લોરોક્વીન દવાના સપ્લાય બદલ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. 


શ્રીલંકાના વડાપ્રધાન મહેન્દ્ર રાજપક્ષેએ 2 દિવસ પહેલા જ ટ્વીટ કરીને કન્સાઈન્મેન્ટની તસવીર શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. 


એ જ રીતે માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલેહ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરી ચૂક્યા છે. માલદીવને ભારત સતત આ સંકટ સમયે જરૂરી મેડિકલ ઈક્વિપમેન્ટ સહિતની દવાઓ મોકલી રહ્યું છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube