યેરુશલમઃ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગલવારે દેશમાં વચગાળાની ચૂંટણીનો હવાલો આપીને 9 સપ્ટેમ્બરના રોજ તેમની ભારતની પ્રસ્તાવિત યાત્રા રદ્દ કરી દીધી છે. તેઓ એક દિવસની યાત્રા દરમિયાન પીએમ મોદીને મળવાના હતા. નેતન્યાહુએ મંગળવારે સવારે પીએમ મોદી સાથે ફોન પર વાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વાતચીત દરમિયાન બંને નેતા 17 સપ્ટેમ્બરના રોજ ઈઝરાયેલમાં યોજાનારી વચગાળાનીચૂંટણીના કારણે નેતન્યાહુની નવી દિલ્હીની નિર્ધારિત યાત્રાને રદ્દ કરવા બાબતે સહમત થયા હતા. ચાલુ વર્ષમાં આ બીજી વખત છે જ્યારે ઈઝરાયેલના નેતાએ ભારતની નિર્ધારિત યાત્રા રદ્દ કરી છે. તેઓ એપ્રિલમાં યોજાયેલી ચૂંટણી પહેલા પણ ભારતની યાત્રા રદ્દ કરી ચૂક્યા છે. 


માલદીવ પછી હવે શ્રીલંકામાં પાકિસ્તાને આલાપ્યો 'રાગ કાશ્મીર', પરંતુ....


વાત એમ છે કે, નેતન્યાહુની ભારતની યાત્રાને ઈઝરાયેલમાં એવા દૃષ્ટિકોણથી જોવામાં આવી રહી હતી કે તેઓ આગામી 17 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી પહેલા દુનિયાભરમાં પોતાની સ્વીકાર્યતા દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સાથે જ પોતાના પ્રચારને ગતિ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. જુલાઈમાં નેતન્યાહુની લિકુદ પાર્ટીએ ભારતના પીએમ મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેના નેતન્યાહુના ફોટાવાળા બેનર લગાવ્યા હતા. 


ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલમાં 9 એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણીમાં એક પણ પક્ષને બહુમત મળ્યો ન હતો. નેતન્યાહુ ગઠબંધન સરકાર બનાવવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. ત્યાર પછી ઈઝરાયેલના સંસાદોએ મે મહિનામાં 21મી સંસદને ભંગ કરવાના પ્રસ્તાવને 45ની સામે 74 મતથી પસાર કર્યો હતો. 


જુઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....