જેરુસેલમ: ઇઝરાયેલી હુમલા દરમિયાન સીરિયાઈ સેના દ્વારા રશિયન વિમાનને નિશાન બનાવવામાં આવતા 15 રશિયન સૈનિકોના માર્યા ગયા. જેના પર ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને ફોન કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી. નેતન્યાહૂએ દુ:ખદ ઘટનાની તપાસ કરાવવાની ખાતરી આપવાની સાથે સાથે સીરિયાઈ ક્ષેત્રમાં ઇઝરાયેલી વાયુસેના દ્વારા અંજામ આપવામાં આવેલી ગતિવિધિઓ અંગે પણ વિસ્તારથી જાણકારી ઉપલબ્ધ કરાવવાનું વચન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇઝરાયેલી અને રશિયન અધિકારીઓના જણાવ્યાં મુજબ સીરિયાના લતાકિયામાં ઇઝરાયેલી વાયુસેનાના હુમલામાં 15 સભ્યોવાળા રશિયન વિમાનને સીરિયાઈ મિસાઈલો દ્વારા તોડી પાડવામાં આવ્યા બાદ નેતન્યાહૂ અને પુતિન વચ્ચે ફોન પર વાત થઈ. આ અગાઉ મંગળવારે ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે ચાર ઇઝરાયેલી એફ-16 વિમાનો દ્વારા કરવામાં આવેલા હુમલાનો હેતુ ઈરાનના લેબનાનના આતંકી સંગઠન હિજબુલ્લાહ સુધી હથિયારોની આપૂર્તિ રોકવાનો હતો. 


ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે વડાપ્રધાને રશિયન સૈનિકોના મોત પર અફસોસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે વિમાનને તોડી પાડવા માટે સીરિયા જવાબદાર છે. નિવેદનમાં કહેવાયું છે કે વાતચીત દરમિયાન નેતન્યાહૂએ સીરિયામાં 3 વર્ષોથી ઇઝરાયેલ અને રશિયા વચ્ચે ચાલી રહેલા સૈન્ય સમન્વયના મહત્વ પર ભાર મૂક્યો. નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે ઇઝરાયેલની આ ઘટના અંગે ભેગી કરવામાં આવેલી જાણકારીઓને રશિયા સાથે શેર કરવા તૈયાર છે. 


'ઇઝરાયેલે સીરિયન સંપ્રભુતાનો કર્યો ભંગ'
આ બાજુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવાના રોજ ફોન પર વાર્તા દરમિયાન ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને કહ્યું કે ઇઝરાયેલી વાયુસેનાનું સીરિયામાં અભિયાન ચલાવવું એ સીરિયાની સંપ્રભુતાનો ભંગ છે. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યાં મુજબ પુતિને આ ટિપ્પણી રશિયાના રક્ષા મંત્રાલયના તે નિવેદન બાદ કરી હતી જેમાં કહેવાયું હતું કે સોમવારે રાતે તેમના આઈએલ-20 નિગરાણી કરવાના વિમાન કે જેમાં 15 રશિયન સૈનિકો સવાર હતાં. ઇઝરાયેલી મિસાઈલની ચપેટમાં આવી ગયાં અને અજાણતા જ સીરિયાઈ મિસાઈલે તેને તોડી પાડ્યું.


ક્રેમલિનની પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ, પુતિને ફોન પર વાતચીતમાં કહ્યું કે આ મામલે મેં સીરિયામાં ખતરનાક ઘટનાઓને રોકવાથી લઈને રશિયન-ઇઝરાયેલી સંધિની અવગણના કરવામાં આવી. પુતિને ઇઝરાયેલી પક્ષ પાસે આ પ્રકારની સ્થિતિઓને રોકવાનો આગ્રહ કર્યો છે. 


(ઈનપુટ-એજન્સી IANSમાંથી પણ)